રાજકોટ, વિજય રૂપાણી મુખ્યમંત્રીપદ પરથી ઊતર્યા બાદ ભાજપનો કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણપત્રિકામાં તેમનું નામ ન હોવાને લઈને દર વખતે વિવાદ ઉભો થાય છે અને ચર્ચાનું કેન્દ્ર બને છે. સ્થાનિક ભાજપના કાર્યક્રમોમાં મોટા ભાગે તેઓ ગેરહાજર હોય છે. ભાજપમાં આંતરિક જૂથવાદ હજુ શમતો નથી તેવી પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે.  રોડ શો હોય, અંડરબ્રિજનું ઓપનિંગ કે પછી પાટીલની બેઠક હોય, દર વખતે રૂપાણી હાજર રહેતા ન હોવાથી નારાજગી કે જૂથવાદ જવાબદાર હોવાનું સ્પષ્ટ થાય છે. સ્થાનિક ભાજપના કોઈપણ કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલાં લખાતું હોય છે, પરંતુ ઘરના મોભીના નામ વિના આખા ગામમાં આમંત્રણ પહોંચે તો સૌકોઈને નવાઈ લાગે. આવું જ કંઈક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજકોટમાં હાલમાં થાય છે.ગઈકાલે લક્ષ્મીનગર અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પણ કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં વિજય રૂપાણીના નામની બાદબાકી જાેવા મળી હતી. આ આમંત્રણપત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ લખવામાં આવ્યાં હતાં, ફક્ત વિજય રૂપાણીનું નામ છપાયું ન હતું. આ ઘટનાથી રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જાેર પકડ્યું છે.

આ પહેલાં મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ રાજકોટ આવ્યા ત્યારે એરપોર્ટમાં સભા કરી અને ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. એ સમયે પણ વિજય રૂપાણી રાજકોટમાં હોવા છતાં પણ રોડ શોમાં જાેડાયા નહોતા. બાદમાં પાટીલ રોડ શોમાંથી જતા રહ્યા અને પછી ધર્મેન્દ્ર કોલેજમાં સભા સમયે રૂપાણીએ મોઢું બતાવ્યું હતું.આ અંગે રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે જ્યારે કોઇ કાર્યક્રમ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે તેઓ હાજર રહેશે કે કેમ એ અંગેની માહિતી પૂછવામાં આવે છે અને તેઓ હાજર રહેવાના છે કે કેમ એ અંગેની માહિતી આપવામાં આવે છે. રૂપાણીના નામ અંગે રૈયાણીએ કહ્યું હતું કે વિજય રૂપાણી અમારા આદર્શ છે, મારી કારર્કિદીમાં તેમનો સિંહફાળો છે. તેઓ અમારા દિલમાં છે. કોઇપણ કાર્યક્રમમાં સીએમ હાજર હોય ત્યારે પૂર્વ સીએમનો પ્રોટોકોલ જળવાય એ રીતે તેમના નામ રાખવામાં આવતા નથી. પાર્ટીમાં શિસ્ત છે અને તમામ નેતાઓના સન્માન જળવાય એ રીતે નામ લખવામાં આવે છે, આથી વિજય રૂપાણીનું નામ સન્માન જળવાય એ માટે લખવામાં આવ્યું નથી. તેમણે ભાજપમાં કોઇ આંતરિક જૂથવાદ ન હોવાનો દાવો કર્યો હતો. મેયરે પણ અરવિંદ રૈયાણીના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને રૂપાણી હાજર રહેવાના ન હોવાથી તેમનું નામ ન લખ્યું હોવાનો દાવો કર્યો હતો.આ અંગે કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું,