મેડ્રિડ,

મેચની ૮૮ મી મિનિટ સુધી બે ગોલથી પાછળ હોવા છતાં બાર્સેલોનાએ ગ્રેનાડાને ૫-૩ થી હરાવીને કોપા ડેલ રે ફૂટબોલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ માટે શાનદાર વાપસી કરી હતી. બુધવારે રાત્રે રમાયેલી આ મેચમાં બાર્સેલોનાની ટીમ ૮૮ મી મિનિટ સુધી બે ગોલથી પાછળ રહી હતી, પરંતુ તે પછી ટીમે તેના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીના પ્રદર્શનના દમ પર જીત મેળવી હતી.

૩૩ મી મિનિટે કેનેડી અને ૪૭ મી મિનિટે રબાતારે સોલડોડો દ્વારા ગોલની મદદથી ૮૮ મી મિનિટ સુધી ગ્રેનાડાની ટીમ ૨-૦ થી આગળ હતી.

પરંતુ તે પછી એન્ટોઇન ગ્રીઝમેને ૮૮ મી મિનિટમાં ગોલ કર્યો હતો અને ઈન્જરી ટાઇમમાં ૧૦૦ મી મિનિટમાં ગોલ કર્યો હતો અને આલ્બાએ ઈન્જરી ટાઇમમાં બે ગોલ કર્યા હતા અને ૧૧૩ મી મિનિટમાં ગ્રીઝમેનની પાસ પર આલ્બાએ ગોલ કરીને બાર્સેલોનાને જીત અપાવી હતી.

બીજી મેચમાં લેવાન્ટેએ ૧૨૦ મી મિનિટમાં રોજર માર્ટીને ગોલ કરવામાં મદદ કરી વિલરેલને ૧-૦થી હરાવીને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.