આણંદ-

આણંદ જિલ્લામાં સતત કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સંક્રમણ વચ્ચે સામાન્ય માણસો સાથે રાજકીય આગેવાનો અને ડૉક્ટર પણ આ સંક્રમણથી બચી શક્યા નથી. થોડા સમય અગાઉ કોંગ્રેસના દિગજ્જ નેતા ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જે હજુ પણ સારવાર હેઠળ છે. જોકે કોંગ્રેસની સાથે સાથે ભાજપના પણ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કજરણના અક્ષય પટ્લ પણ કોરોના સંક્રમીત થયા છે. 

આણંદ જિલ્લામાં સોમવારે 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પેટલાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની મેન્ડેટ સાથે જીતેલા કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારે જિલ્લામાં કોરોનાનો આંક કુલ 374 પહોંચ્યો છે.

સોમવારે પેટલાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની મેન્ડેટ સાથે જીતેલા કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિરંજન પટેલને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.