નવી દિલ્હી

પાટનગર દિલ્હીમાં કોરોના ચેપના કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ સોમવારે દિલ્હીની સરોજ હોસ્પિટલમાં 80 ડોકટરોને કોરોના ચેપ લાગ્યો છે. તેમજ એક ડોક્ટરનાં મોતનાં સમાચાર પણ બહાર આવ્યાં છે. હાલમાં સરોજ હોસ્પિટલમાં ઓપીડી સુવિધા બંધ કરાઈ છે. ચેપગ્રસ્ત ડોકટરોમાંથી 12 લોકોને સરોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય  ઘરે છે. 

કોરોના ચેપને કારણે હોસ્પિટલના સિનિયર સર્જન ડો.એ.કે.રાવતનું અવસાન થયું છે. તમને જણાવી દઇએ કે કોરોના વિસ્ફોટના કારણે હોસ્પિટલમાં એક સાથે ચેપના ઘણા બધા કિસ્સાઓ પછી હંગામો થયો છે. જે હવે વહીવટ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેરમાં ચેપના ભયાનક કેસો સામે આવી રહ્યા છે. જોકે ગઈકાલે દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના ચેપના કેસમાં થોડો ઘટાડો થયો છે. કોરોનામાં સતત વધી રહેલા કેસને કારણે પાટનગર દિલ્હીમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી લોકડાઉન ચાલી રહ્યું છે, જેને એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે.