દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેરના કારણે તબાહી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હી સરોજ હૉસ્પિટલમાં કોરોના વિસ્ફોટની જાણકારી સામે આવી છે. આ હૉસ્પિટલના કુલ ૮૦ ડૉક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે એક ડૉક્ટરનું મોત થયું છે. દિલ્હીની સરોજ હૉસ્પિટલમાં અત્યારે તમામ ઓપીડી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. જે કુલ ૮૦ ડૉક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમાંથી ૧૨ હૉસ્પિટલમાં ભરતી છે, જ્યારે બાકી તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જ્યારે કોરોનાના કારણે હૉસ્પિટલના સીનિયર સર્જન ડૉ. એકે રાવતનું નિધન થઈ ગયું છે. કોરોના સંકટ કાળમાં એક હૉસ્પિટલમાં આટલા ડૉક્ટરોનું કોવિડ પોઝિટિવ હોવું ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ગત કેટલાક દિવસથી કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહી છે. રાજધાનીમાં સતત નવા કેસો, મોતનો આંકડો વધી રહ્યો છે. આ જ કારણ છે કે છેલ્લા લગભગ ૩ અઠવાડિયાથી દિલ્હીમાં લોકડાઉન લાગ્યું છે અને એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યું છે.

દિલ્હીમાં ગત દિવસોમાં પણ ૧૩ હજારથી વધારે કેસ આવ્યા, જ્યારે ૨૭૩ લોકોના મોત થયા. દિલ્હીમાં અત્યારે ૮૬ હજારની આસપાસ પોઝિટિવ કેસ છે, આ જ કારણ છે કે રાજધાનીની હૉસ્પિટલ પર દબાવ વધતો જઇ રહ્યો છે. દિલ્હીની અનેક હૉસ્પિટલોમાં બેડ્‌સ, ઑક્સિજન અને અન્ય સુવિધાઓનો અભાવ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ઑક્સિજનની ભારે તંગી હતી, જાે કે જ્યારે મુદ્દો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ત્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તાલમેલ બેઠો. અત્યારે દિલ્હીને ઑક્સિજનનો સપ્લાય મળી રહ્યો છે. ગત કેટલાક દિવસમાં ઑક્સિજનની તંગીની મુશ્કેલી કેટલીક હદ સુધી કંટ્રોલમાં આવી છે.