અમદાવાદ

કોરોના કેસ ઘટતા AMC ફરી હરકતમાં આવ્યું છે. શહેરમાં વિવિધ ઝોનમાં કામગીરી હાથ ધરી કાર્યવાહી કરી છે. જેમાં એસ્ટેટ વિભાગ દ્વારા કેટલાક યુનિટો સીલ પણ કરવામાં આવ્યા છે.

એક pil સંદર્ભે AMCના પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગ દવારા આ કાર્યવાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી કરી કોમ્પ્લેક્ષ સહિત હોટેલો સીલ કરવામાં આવી છે. PIL સંદર્ભે બીયુ પરમિશન વગર ઈમારતનો વપરાશ થતો હોવાથી કાર્યવાહી છે. જેની અંદર ત્રણ ઝોનના મળીને 273 યુનિટ સીલ કરવામાં આવ્યા. જેમાં પશ્ચિમ ઝોનમાં 149 યુનિટ, દક્ષિણ ઝોનમાં 117 યુનિટ જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 યુનિટ સીલ કરાયા છે.

મહત્વનું છે કે આવતી કાલે વિવિધ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી છે તે પહેલા કાર્યવાહીને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. કેમ કે જે યુનિટ સામે કાર્યવાહી કરાઈ છે તે યુનિટ હાલમાં બન્યા નથી. તેમાં વર્ષો જૂની ઇમારતનો સમાવેશ થા છે.

ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે ઇમારત બની ત્યારે બીયુ પરમિશન કેમ આપવામાં ન આવી અને આપવામાં આવી હોય તો કાર્યવાહી કેમ કરાઈ. અને જો બીયુ પરીશન આપવામાં ન આવી હોય તો આટલા વર્ષો સુધી AMCનું એસ્ટેટ વિભાગ ક્યાં હતું. શું PILમાં જવાબ આપવાને લઈને આ કાર્યવાહી થઈ રહી છે.

મહત્વનું એ પણ છે કે જ્યારે જ્યારે આ પ્રકારે કાર્યવાહી થતી હોય છે ત્યારે ત્યારે યુનિટ ધારક હેરાન પરેશાન થતા હોવાના આક્ષેપો ઉઠે છે. કેમ કે એજ યુનિટ પહેલા બીજાના નામે અને હાલ બીજાના નામે હોય છે. તેમજ જ્યારે ઇમારત બની ત્યારે આ બાબતે ત્યારે જ AMCએ કેમ કાર્યવાહી ન કરી અને હવે કરી રહ્યા છે તેવા સવાલો યુનિટ ધારક ઉઠાવે છે.

કોરોના કાળને લઈને વેપાર ધંધા બંધ રહ્યા અને હવે જ્યારે વેપાર ધંધામાં છૂટછટા મળી તેવા સમયે આ પ્રકારની કાર્યવાહીને લઈને પણ વેપારી અને યુનિટ ધારકોમાં નારાજગી વ્યાપી છે. ત્યારે જરૂરી છે કે AMC આ પ્રકારની કાર્યવાહી દેખાડા પૂરતી ન કરીને યોગ્ય સમયે કાર્યવાહી કરે જેથી બાદમાં કોઈ વ્યક્તિએ હેરાન થવાનો વારો ન આવે.

પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શેફાલી કોમર્શિયલ સેન્ટર , પાલડી ચાર રસ્તા પાસે, પાલડી પાસે 81 યુનિટ અને યુનિવર્સિટી પ્લાઝા, વિજય ચાર રસ્તા, નવરંગપુરા પાસે 68 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા નીચેના કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરવામાં આવેલ છે.બિઝનેસ પોઇન્ટ, નારોલ સર્કલ પાસે, બહેરામ પુરા વોર્ડમાં 90 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.યશ કોમ્પલેક્ષ – 1 & 2, મણિનગર રેલવે ક્રોસિંગ પાસે કુલ 27 યુનિટ સાથે 117 યુનિટ સીલ કરવામાં આવેલ છે.

દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ હોટલોના બિલ્ડીંગ સીલ કરવામાં આવેલ છે. જેમાં મયુર પેલેસ હોટલમાં 3 યુનિટ, મોતી મહેલ હોટલમાં 1 યુનિટ, સાવન હોટલમાં 1 યુનિટ,ભૂખ લાગી હૈ 1 યુનિટ, હોટલ રોયલ પ્લાઝા 1 યુનિટ સહીત કુલ 7 યુનિટ સીલ કરવામાં આવ્યા છે.