ગાંધીનગર, ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા રોજ વધતી ઘટતી જઇ રહી છે. રાજ્યમાં કોરોનાના નવા ૨૬ કેસ નોંધાયા છે. બીજી તરફ ૨૨ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ વધીને ૯૮.૭૫ ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૬૩૦ ગુજરાતી નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. બીજી તરફ કોરોનાને મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં ૧,૫૯,૩૯૮ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કેસો ઘટ્યા છે પરંતુ અમદાવાદમાં કેસોનો વધારો થયો છે જે સરકારનું ટેન્શન વધારી રહી છે.હાલમાં રાજ્યમાં કુલ ૨૩૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૨૨૪ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૮,૧૬,૬૩૦ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને કારણે જીવ ગુમાવી ચુક્યા છે. જાે કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૧, વડોદરા કોર્પોરેશન ૬, વલસાડ ૪, સુરત કોર્પોરેશન ૨ અને આણંદ, જૂનાગઢ અને નવસારીમાં ૧-૧ કેસ નોંધાઇ ચુક્યા છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧ને રસીનો પ્રથમ જ્યારે ૯૨૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી ૩૭૩૦ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૯૪૦૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૧૭૨૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૦૩૬૦૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧૫૯૩૯૮ નાગરિકોને રસી અપાઇ ચુકી છે. જ્યારે કુલ ૭૪૩૪૦૨૧૫ નાગરિકોને રસી અપાઇ ચુકી છે.