વોશિંગ્ટન-

કોરોના મહામારીને લઇ લોકોમાં આશા વ્યક્ત કરી હતી કે સમયની સાથો સાથ પ્રકોપમાં ઘટાડો આવશે અને કેસોની સંખ્યા ઓછી થતી જશે. પરંતુ તેનાથી ઉલટું થઇ રહ્યું છે. કોરોના સમયની સાથો સાથ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રોયટર્સ ટેલીના મતે શુક્રવારના રોજ વિશ્વમાં કોરોના કેસોની કુલ સંખ્યા ૧.૪ કરોડને પાર કરી ગઇ છે. એટલું જ નહીં અંદાજે ૧૦૦ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૧૦ લાખ કેસ સામે આવ્યા છે.

કોરોનાનો પહેલો કેસ ચીનમાં જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં આવ્યા હતા. ત્યારબાદ આવતા ત્રણ મહિનામાં કોરોના કેસોની સંખ્યા ૧૦ લાખ પર પહોંચી હતી. પરંતુ કોરોના કેસોની સંખ્યા ૧.૩ કરોડથી ૧.૪ કરોડ પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા છે. ૧૩ જુલાઇના રોજ વિશ્વમાં કોરોનાની કુલ સંખ્યા ૧.૩ કરોડ થઇ હતી પરંતુ ૧૭ના રોજ આ ૧.૪ કરોડને પાર થઇ ગઇ છે.

અમેરિકામાં ૩૬ લાખથી વધુ કોરોનાના કેસ સામે આવી ચૂકયા છે. તેમ છતાંય દરરોજ અહીં કોરોનાના ઘણા મામલા સામે આવી રહ્યા છે. ગુરૂવારના રોજ અહીં રેકોર્ડ ૭૭૦૦૦ કેસ સામે આવ્યા છે. જ્યારે સ્વીડનમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધી ૭૭૨૮૧ કેસ સામે આવી ચૂકયા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે શુક્રવારના રોજ કોરોનાના ૨૩૭૭૪૩ કેસ સામે આવ્યા છે. આની પહેલાં ૧૨ જુલાઇના રોજ રેકોર્ડબ્રેક ૨૩૦૩૭૦ કેસ સામે આવ્યા હતા. આ તમામ આંકડા એ બતાવા માટે પૂરતા છે કે તાજેતરના દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. સૌથી વધપ જે દેશોમાંથી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેમાં અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા છે.

જાે કે જુલાઇ મહિનામાં કોરોનાથી મરનારાઓના દર્દીઓની સંખ્યા જાેઇએ તો લગભગ ૫૦૦૦ની આસપાસ બનેલી છે. એટલે કે મોતના આંકડામાં સ્થિરતા બનેલી છે. છેલ્લાં સાત મહિનામાં કોરોનાના લીધે આખી દુનિયામાં ૫૯૦૦૦૦ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે.