મુંબઇ-

ટાટા મોટર્સના પરિણામમાં કોરોના મહામારી અને લોકડાઉનની પ્રતિકુળ અસરો સ્પષ્ટપણે જાેવા મળી છે. જૂન ક્વાર્ટરમાં ટાટા મોટર્સની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ બમણા કરતા વધુ વૃદ્ધિમાં રૂ. ૮૪૩૭.૯૯૮ કરોડે પહોંચી ગઇ છે. જ્યારે વર્ષ પૂર્વેના ત્રિમાસિકગાળામં કંપનીને આવક રૂ. ૩૬૯૮.૩૪ કરોડની ખોટ થઇ હતી. તો માર્કેટ એનાલિસ્ટોએ જૂન ક્વાર્ટરમાં રૂ.૭૭૦૦ કરોડની ખોટ થવાની આગાહી કરી હતી.

આજે કંપની દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ ટાટા મોટર્સની જૂન ક્વાર્ટરમાં કુલ આવક વાર્ષિક તુલનાએ ૪૭.૯૪ ટકા ઘટીને રૂ. ૩૧,૯૮૩.૦૬ કરોડ થઇ છે. ટાટા મોટર્સે કહ્ય્š કે, કોરોના વાયરસની મહામારી અને ઘણા દેશોમાં હજી પણ લોકડાઉન સ્થિતિ રહેતા ચાલુ વર્ષે માટે આઉટલૂક હજી પણ અનિશ્ચિતતાભર્યુ છે.