અમદાવાદ-

શહેરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જાેવા મળી રહ્યો છે. અમદાવાદની ૭૦ ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે ફાળવેલા ૨૬૪૬ બેડમાંથી માત્ર ૧૦૭ પર જ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે અન્ય ૨૫૩૯ બેડ ખાલી છે. આ સિવાય શહેરની હોટલ અને કેટલીક અન્ય જગ્યાઓ પર ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર્સમાં તમામ બેડ ખાલી છે. એટલે કે, તેમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના આંકડા અનુસાર, શહેરની ૭૦ ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના કુલ ૧૧૧૭ બેડ છે. જેમાંથી ૩૧ પર જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ૧૦૮૬ બેડ ખાલી છે. આજ પ્રકારે એચડીયુમાં ઉપલબ્ધ ૯૩૭ બેડમાંથી ૪૯ પર જ દર્દીઓ છે, જ્યારે અન્ય ૮૮૮ બેડ ખાલી છે. જ્યારે વેન્ટીલેટર વિના આઇસીયુમાં ૩૯૭ બેડમાંથી ૧૩ પર જ દર્દીઓ છે અને અન્ય ૩૮૪ બેડ ખાલી છે. આજ રીતે વેન્ટીલેટર સાથે ઉપલબ્ધ આઇસીયુના ૧૯૫ બેડમાંથી ૧૪ પર દર્દીઓ છે અને ૧૮૧ બેડ ખાલી છે. આમ શહેરની આવી હોસ્પિટલોમાં ૨૬૪૬ બેડમાંતી ૨૫૩૯ બેડ ખાલી જાેવા મળી રહ્યાં છે.બીજી તરફ શહેરમાં ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ તમામ ૧૦૦ બેડ ખાલી છે. આજ રીતે હોટલ અને અન્ય બે ઠેકાણે ઉપલબ્ધ કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ ૬૦માંથી તમામ બેડ ખાલી છે.