અમદાવાદ-

અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી અંગે નાયબ મુખ્યમંત્રી કહ્યું કે કોરોનાને લઈને રાજ્ય સરકારે રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઊજવવાનું નક્કી કર્યું છે. તેમ છતાં, નાગરિકો ઉત્તરાયણ ઊજવી શકે એ માટે જરૂરી છૂટછાટ અંગે કૉર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે તેમ જ પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે એની જાહેરાત કરશે. ધાબાઓ પર કે પોળોમાં ૫૦ લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે ઉત્તરાયણ પર્વ પર ધાબા પર પોતોના પરિવાર સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરી શકાશે.