દિલ્હી-

કોરોના મહામારીના કારણે દેશની રાજધાનીના અંદાજે ત્રણ હજાર બજેટ હોટલ અને ગેસ્ટ હાઉસએ પોતાના 75 ટકા થી વધુ કર્મચારીઓની છટણી કરી નાખી છે. હવે તેનું દિવાળુ ફુંકાય જવાની સ્થિતિ પર પહોંચ્યા છે. કારણ કે તેઓને લાખો રૂપિયાના બિલોનું ચુકવણુ કરવાનુ છે, તે દાવો તેમના સંગઠને કર્યો છે. દિલ્હી હોટલ અને રેસ્ટોરન્ટ માલીક સંગઠનના અધ્યક્ષ સંદીપ ખંડેલવાલએ જણાવ્યું કે સ્થિતિ ગંભીર છે. કારણ કે તેઓ પોતાના મકાનનુ ભાડુ ચુકવવા સક્ષમ નથી.

કેન્દ્રએ દેશભરના હોટલોને ગ્રાહકો માટે 8 જૂનથી ખોલવાની મંજુરી આપી દીધી હતી. પરંતુ દિલ્હી સરકારે તે મહીને કોવિડ 19ના કેસોની સંખ્યા વધુ હોવાથી તેવુ કર્યુ નહી. તેઓએ જણાવ્યું કે જુલાઈના અંતમાં દિલ્હીમાં કોવિડ 19ની સ્થિતિમાં સુધાર હતો અને દિલ્હી સરકારએ ગુરુવારના હોટલો ને સામાન્ય કામકાજ શરુ કરવા મંજુરી આપી પરંતુ બીજા જ દિવસે ઉપરાજયપાલ અનિલ બેજલએ આ નિર્ણય પર રોક લગાવી દીધો. તેઓ એ કહ્યું કે સ્થિતિ નાજુક છે અને ખતરો હજુ પણ છે. 

ખંડેલવાલએ કહ્યું કે ચાર લાખથી વધુ લોકોની પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે પોતાની આજીવિકા હોટલો ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટ પર નિર્ભર છે જે 5 માર્ચથી બંધ છે. મોટાભાગના કર્મચારી પોતાના ગામડે જતા રહ્યા. કેટલાક લોકો પરીસરોની સંભાળ કરવા રોકાયા છે. તેઓને પણ પૂરેપુરું વેતન નથી મળી રહ્યું. કરોલબાગ ગેસ્ટહાઉસ કલ્યાણ સંગઠનના અધ્યક્ષ જગપ્રીત અરોડાએ જણાવ્યું કે મોટાભાગના હોટલો-રેસ્ટોરન્ટો-ગેસ્ટહાઉસએ પોતાના કર્મચારીઓની સંખ્યામાં 75 ટકા ઓછી કરી નાખી છે.