ભુજ-

નવરાત્રિમાં કચ્છમાં માતાનામઢ તરફ ભક્તોનો પ્રવાહ ચાલુ હોય છે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાનામઢ દર્શન કરવા ઉમટી પડતા હોય છે ચાલુ વર્ષે દેશ સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણ નો વ્યાપ વધતા માતાના મઢ ગ્રામ પંચાયત, જાગીર ટ્રસ્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત આસો નવરાત્રીમાં માતાનામઢ આશાપુરા મંદિર તેમજ પરિસર માઈભક્તો, દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.

મંદિર માં પ્રસાદી ક્ષેત્ર,, અતિથીગ્રહ પણ બંધ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ દેવી માં આશાપુરા ના સ્થાનકે લાખોની સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને કે, વાહન દ્વારા નવરાત્રિ દરમિયાન માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા હોય છે પરંતુ કોરોના કહેરના કારણે નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રાખવામાં આવશે કોરોના ના કારણે મંદિર માં પ્રસાદી ક્ષેત્ર,, અતિથીગ્રહ પણ બંધ રાખવામાં આવ્યા છે તેમ જ માર્ગો ઉપર પદયાત્રીઓનો કેમ્પ યોજવા પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે 

નવરાત્રિમાં દર્શનાર્થીઓ માતાના મઢ આવે તો સંક્રમણ વધવાની ભીતિ છે ત્યારે નવરાત્રી દરમિયાન મંદિર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સાથે માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા માઈ ભક્તોને વિનંતી પૂર્વક અપીલ કરવામાં આવી છે કે કોઈ દર્શનાર્થીઓએ માતાનામઢ દર્શન માટે આવું નહીં તે ઉપરાંત માઈ ભક્તો માટે જાગીર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન પણ વ્યવસ્થા કરવામાં આવી છે કુળદેવી મા આશાપુરા મંદિર ઇતિહાસમાં પ્રથમ વાર બંધ કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી માઈ ભક્તોમાં નિરાશા છે પરંતુ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને સૌ કચ્છી લોકો પણ આવકારી રહ્યા છે