ગાંધીનગર-

ગુજરાતની ૧૦મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પહેલીવાર ઇન્ડોનેશિયા કન્ટી પાર્ટનર બનવા જઇ રહ્યું છે ત્યારે આ વખતે જાન્યુઆરી ૨૦૨૧માં વાયબ્રન્ટ સમિટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ સાથે નિયત થયેલા અન્ય ૧૫ કન્ટ્રી પાર્ટનર બનતા માગતા દેશોને હજીસુધી કોઇ આમંત્રણ આપવામાં આવ્યા નથી, એટલું જ નહીં ઉધોગ વિભાગ અને ઇન્ડેટ-બી તરફથી કોઇ હલચલ જોવા મળતી નથી.

રાયના મુખ્યમંત્રી વિજય પાણીએ એવો નિર્દેશ આપ્યો હતો કે કોરોના સંક્રમણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી વાયબ્રન્ટ સમિટ કરવાનું વિચારી શકાય તેમ નથી. કોરોના સંક્રમણ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં ફેલાયેલું છે અને કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાતની આ ગ્લોબલ સમિટ પહેલીવાર મોકુફ રાખવી પડે તેમ છે.

અગાઉ યારે પણ વાયબ્રન્ટ સમિટ થઇ છે ત્યારે સમિટ પૂર્વે છ મહિનાથી તૈયારી શ કરી દેવામાં આવતી હતી અને દર બે વર્ષે ઓગષ્ટ્ર અને સપ્ટેમ્બરમાં વિદેશમાં રોડ શો કરીને વિશ્વના બિઝનેસ પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવતા હતા. આ વખતે આમંત્રણની તૈયારી કરવામાં આવી નથી.

ગુજરાતમાં ૨૦૧૯માં છેલ્લી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થઇ હતી તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઝેચ રિપબ્લિક, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુએઇ અને ઉઝબેકિસ્તાન એમ કુલ ૧૫ દેશો કન્ટ્રી પાર્ટનર બન્યાં હતા. આ વખતે ઇન્ડોનેશિયા પાર્ટનર બનવા માગે છે પરંતુ વાયબ્રન્ટ સમિટ અંગે સ્પષ્ટ્રતા નહીં હોવાથી કોઇ દેશોને આમંત્રણ આપવામાં આવ્યા નથી. 

ઉધોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૩થી દર બે વર્ષે વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ થાય છે. આ સમિટને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શ કરી હતી. ૨૦૧૯માં નવમી વાયબ્રન્ટ સમિટ કરવામાં આવી હતી જેમાં ૧૦૦થી વધુ દેશોના ૨૫૦૦૦થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ અને ઉધોગ એસોસિયેશનોએ ભાગ લીધો હતો.

કોરોના સંક્રમણ પહેલાં ડેન્માર્ક અને ઇન્ડોનેશિયાએ કન્ટ્રી પાર્ટનર બનવા તૈયારી બતાવી હતી.

પરંતુ ૨૦૨૧ની સમિટને કોરોના ગ્રહણ નડી ગયું હોવાથી અન્ય દેશો કે અન્ય રાયોના પ્રતિનિધિઓને એકત્ર કરી શકાય તેમ નથી. આ અધિકારીને યારે એવું પૂછવામાં આવ્યું કે શું વાયબ્રન્ટ સમિટ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી યોજી શકાય તેમ છે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે તેનો નિર્ણય ભારત સરકારે લેવાનો રહે છે, કારણ કે ગુજરાતમાં થતી ગ્લોબલ સમિટમાં ૧૨૫ જેટલા દેશોના પ્રતિનિધિઓ આવતા હોય છે. આમ છતાં સમિટ પૂર્વે સરકાર પાસે ચાર મહિનાનો સમય છે. 

જો કોરોના સંક્રમણ દિવાળી દરમ્યાન ઓછું થાય અને નિયંત્રણમાં આવે તો સમિટ અંગે વિચારણા કરી શકાય તેમ છે પરંતુ આ વખતે અગાઉના વર્ષેામાં થયેલી ગ્લોબલ સમિટ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શકે તેવી સંભાવના નથી. હાલ તો ઉધોગ સહિતના વિભાગોને ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની તૈયારી કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે