દિલ્હી-

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ આવનારા વર્ષની શરૂઆતમાં કોરોના વાયરસની વેક્સિન આવી જવાની આશા લગાવી છે. એક કાર્યક્રમમાં ડોક્ટર ગુલેરીયાએ કહ્યું હતું. કે, જાે બધુ બરાબર રહ્યું તો જાન્યુઆરી 2021 સુધીમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે. તેણે કહ્યું કે, દૂનિયાને એક બે વર્ષમાં કોરોના મહામારીમાંથી મુક્તિ મળશે.

ભારત જેવી આબાદી વાળા દેશોમાં કોરોના વાયરસની વેક્સિનનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે તેના જવાબમાં ડોક્ટર ગુલેરીયાએ કહ્યું કે, જાે આ મહામારીને પૂર્ણ કરવી હશે તો પ્રાયોરીટીની સાથે વેક્સિનેશન કરવું પડશે. તેણે કહ્યું કે, મહામારી અમારી પ્રાથમિકતા પહેલા ગંભીર કેસ ધરાવતા કોરોના દર્દીઓને બચાવવાનો છે. કારણ કે, મોતના આંકડા ઉપર લગામ મુકી શકાય.

આ અંગે તેણે કહ્યું કે, જે લોકોમાં પહેલાથી ઘણી બિમારી છે. તેમાં સંક્રમણનું જાેખમ વધારે છે. તેવામાં અમારી પ્રાથમિકતા વૃદ્ધ અને તેવા લોકોને બચાવવાની રહેશે. કેટલાક લોકોના શરીરમાં ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવા લોકોને વેક્સિનેશન દેવામાં પ્રાથમિકતા રાખવામાં આવશે. તો સમગ્ર દૂનિયામાં વેક્સિન કેવી રીતે વહેચાશે આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, તેના માટે AIMS કેટલીક ગાઈડલાઈન્સ બનાવી છે. જેમાં ગરીબ દેશોને પ્રાથમિકતા દેવામાં આવશે.

કોરોના વાયરસની વેક્સિનની સુરક્ષાને લઈને ડો. ગુલેરીયાએ કહ્યું છે કે, જ્યારે પણ અમે વેક્સિનનું ટ્રાયલ કરીએ છીએ તો તે જાનવરો ઉપર લાંબા સમય સુધી ટ્રાયલ કરીએ છીએ. સમયનો બચાવ કરવા માટે પહેલા, બીજા અને ત્રીજા ફેઝમાં ટ્રાયલની સાથે ચાલી રહ્યું છે. જ્યારે અમે કોરોના વેક્સિન ઉતારીશું તો જે લોકોને વેક્સિન લગાવવામાં આવશે તો તેના ઉપર નજર રાખવામાં આવશે. તેના ઉપર કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ ન થાય. અલગ અલગ ઉંમરના લોકો અને જાતીના લોકોમાં પણ વેક્સિનનો પ્રભાવ જાેવાનો રહેશે. વેક્સિનની સુરક્ષાનું પુરી રીતે ધ્યાન રાખવામાં આવશે.