ગીર સોમનાથ-

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. વહીવટીતંત્ર દ્રારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જાગૃત રહી સામાજીક અંતર જાળવે લોકોને તાવ, શરદી જેવા કોઈપણ લક્ષણો જોવા મળે તો તાત્કાલીક 104 હેલ્પ લાઈન પર ફોન કરી માર્ગદર્શન મેળવે.

ગીર સોમનાથ જિલ્લામાં 21 કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયા છે. વડા મથક વેરાવળમાં જ કોરોનાના 19 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના બે કેસ અન્ય તાલુકાઓમાં નોંધાયા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 17 લોકોના મોત નીપજ્ય છે. 

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં વધુ 1159 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. આજે વધુ 879 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.