સુરત-

સુરતમાં કોરોનાના કેસોમાં જાેરદાર ઉછાળો આવતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દર્દીઓની સારવાર માટેની તૈયારી શરૂ કરી છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં હોસ્પિટલોમાં બેડ વધારવા ઉપરાંત ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાંખવાની તૈયારી શરૂ કરી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્મીમેર હોસ્પિટલ ખાતે ૫૦૦ બેડની હોસ્પિટલ આગામી ૫ દિવસ કાર્યરત કરવાની તૈયારી કરી નાખી છે. આ ઉપરાંત ૨૦ જેટલી ખાનગી હોસ્પિટલ અગાઉ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી પણ કોરોનાના કેસો ઘટતાં તેમને સામાન્ય હોસ્પિટલ બનાવી દેવાઈ હતી. હવે આ તમામ હોસ્પિટલને ફરી કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. સતત વધી રહેલા કેસના કારણે આ ર્નિણય લેવાયો છે.

સુરતમાં કોરોનાની સ્થિતિ સતત વકરી રહી છે. ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબ્રુઆરીના રોજ સુરતમાં ૪૬૨ એક્ટિવ કેસ હતા. જેની સરખામણીએ હાલમાં ૧૧૮૭ એક્ટિવ કેસ છે. સુરતમાં છેલ્લા ૧૫વસમાં એક્ટિવ કેસમાં અઢી ગણો વધારો નોંધાયો છે. બરાબર એક મહિના અગાઉ ૧૪ ફેબુ્રઆરીના રોજ સુરતમાં ૩૮ ક કેસ નોંધાયા હતા જ્યારે હવે છેલ્લા બે દિવસથી ૨૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરથી જ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સ્થિતિ કેટલી વકરી છે તેનો અંદાજ મેળવી શકાય છે. સુરતમાં કોરોનનાા કુલ કેસનો આંક ૫૫,૮૨૯ જ્યારે કુલ મરણાંક ૯૭૮ છે.