વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ને વધુ કપરી બનતી જાય છે. જેમાં આજે વધુ ૮૭ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. એક તરફ કોરોનાનો કહેર રોકેટ ગતિએ કૂદકે ને ભૂસકે આગળ ને આગળ વધી રહ્યો છે. જ્યારે બીજી તરફ તંત્રના આયોજનો અને કોરોના વચ્ચે સસલા-કાચબા જેવી રમત રમાઈ રહી છે. કોરોનાની દોડના પ્રમાણમાં તંત્રની દોડ અત્યંત ધીમી પડી રહી છે. ત્યારે આ સંજાેગોમાં સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવાના મરણિયા પ્રયાસો મરણપથારીએ જઈને બેઠા હોય એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

આવા સમયે ઊભી થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસે ને દિવસે કોરોનાને લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. આજે વધુ ૮૭ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે, જ્યારે અત્યાર સુધી આ તબક્કાના સૌથી વધુ ૪૮૧ વ્યક્તિઓ પોઝિટિવ આવતાં આવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે કે દર્દીઓ જલદી સાજા થતા નથી તેમજ એમનામાં કોઈ ને કોઈ નવા સિમટમ્સ જાેવા મળતાં તબીબીઆલમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી, જેને કારણે આજે સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ચાર જ દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાંથી ૨૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ૨૪ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે રજા અપાયેલા કુલ દર્દીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આજે માત્ર ૨૫૮ને રજા અપાઈ છે. જેમાં ચાર સરકારી અને ૨૩ ખાનગી હોસ્પિટલના દર્દીઓ ઉપરાંત ૨૫૮ હોમ ક્વોરન્ટાઈનના દર્દીઓનો સમાવેશ થાય છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૮૧ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૮૭ છે, જે આંક મોડી સાંજે સદીને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર ત્રણના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૫,૯૧૮ દર્દીઓમાં આજના ૪૮૧ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૬,૩૯૯ સુધી પહોંચ્યો છે, જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૯ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૧ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આમ શહેર-જિલ્લાના ૪૧ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વિસ્તરતાં એ બાબત ચિંતાનો વિષય બની ચૂકી છે. આજરોજ લેવાયેલા ૬૩૭૮ સેમ્પલોમાંથી ૫૮૯૭ નેગેટિવ અને ૪૮૧ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૮૬ મૃતાંકમાં વધુ ત્રણનો ઉમેરો થતાં સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૮૯ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૫૨૮૯ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૪૭૮૬ સ્ટેબલ, ૩૦૭ ઓક્સિજન ઉપર અને ૧૯૬ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે. આજે સરક૬ારી હોસ્પિટલોમાંથી માત્ર ચાર અને ખાનગી હોસ્પિટલોમાંથી ૨૩ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૨૫૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમિયાન ૨૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૩૦,૫૩૬ દર્દીઓમાં વધુ ૨૮૫નો ઉમેરો થતાં સંખ્યા ૩૦,૮૨૧ થતાં હવે એનો આંકડો ૩૦ હજારને આંબી ૩૧ હજારની નજીક પહોંચી ગયો છે. કોવિડ-૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવે છે. આવી ૯૬૨૧ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાઈ છે. આમ હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે અત્યંત વિકટ બની રહી છે. જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ ગણતરીઓ ઊંધી પડતાં માથું ખંજવાળી રહ્યા છે, એટલું જ નહિ કોરોનાના કહેર સામે તંત્ર વામણું સાબિત થયું છે. જ્યારે કોરોના દિવસે ને દિવસે વામનમાંથી વિરાટ પછીથી હવે તો સંક્રમણ અને મોતના બંને મામલે મહાકાય સ્વરૂપે નજરે પડી રહ્યો છે, એવી લાગણી શહેરના શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તી રહી છે.

ટીમ રિવોલ્યુએશનના પ્રયાસોથી ફૂટપાથના શ્રમજીવીને સારવાર મળી

ફૂટપાથ પર રહીને જીવન ગુજારતા શ્રમજીવીને કોરોના થતા એ સ્થળ પર કણસતો રહેતો હતો.આ બાબતની જાણ સામાજિક કાર્યકરોને થતા ટીમ રિવોલ્યુએશનના કાર્યકરોએ આ શ્રમજીવીને તત્કાળ ૧૦૮ બોલાવીને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવાને માટે મોકલી આપ્યો હતો.જ્યાં ફરજ પરના ઓપીડીના તબીબોએ આ શ્રમજીવીની સારવાર કરવાની ધરાર ના પાડી દીધી હતી. આ સંજાેગોમાં સર્જાયેલી વિકટ સ્થિતિમાં શ્રમજીવીને શું જીવવાનો અધિકાર નથી? એવો પ્રશ્ન આગળ ધરીને ડો.શિતલ મિસ્ત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.જેને કારણે તેઓની દરમ્યાનગીરીને લઈને શ્રમજીવીની કોરોણાની સારવાર શરુ થઇ શકી હતી.

માંડવી સોમવારી બજારમાં માસ્ક વગર ભીડ ઉમટી પડી

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં દર સોમવારે સોમવારી બજાર બભરાય છે. આ બજારમાં આજ સવારથી જ લોકોની ખરીદી કરવાને માટે મોટી ભીડ ઉમટી પડી હતી. જેને લઈને માસ્ક વગર ભીડ ઉમટતા તંત્રના ધ્યાને આ વાત પહોંચતા તુર્તજ સ્થળ પર જઈને માસ્ક પહેરવાને માટે કડકાઈ દાખવી હતી. જેને લઈને ભીડના મોટાભાગનાએ માસ્ક પહેર્યા હતા.

સોશિયલ વર્કર યુક્તિ મોદી દ્વારા કોરોના વોરિયર્સની સેવા કરવામાં આવી

હાલમાં ચાલી રહેલ કોરોના કાળમા લોકોને શ્વાસની બીમારી ન થાય તથા લોકોને સ્વચ્છ ઓક્સિજન મળી રહે તેવા હેતુ સાથે આર્યુવેદીકમાં અક્સિર ઈલાજ ગણાતા એવા અજમો, કપુર, લવિંગ તથા સાથે એનર્જી ડ્રિંકના પાવડરનું

પાઉચ બનાવીને સોસિયલ વર્કર યુક્તિ મોદી દ્વારા કારેલીબાગ પાસે રસ્તા પર રહેતા ગરીબ વર્ગ, ટ્રાફિક પોલીસ કર્મીઓ, રાહદારીઓ તથા વેપારીઓને તે પાઉચનુ વિતરણ કરવામા આવ્યું હતું. જયારે યુક્તિ મોદી દ્વારા લોકોને કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરવા તથા માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરવામા આવી હતી.