બોડેલી, તા.૨૭ 

છોટાઉદેપુર જિલ્લા માં કોરોના બ્લાસ્ટ થતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ માં દોડધામચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકા છ તેમજ સંખેડા તાલુકા માં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર ના મકરાણી મહોલ્લામાં રહેતા સલીમભાઇ મકરાણીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલી ના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા શહેર ની ગુજરાત કિડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને કોરોના સીમટન્સ જણાતા તેઓનો કોરોના સેમ્પલ લેબોટરીમાં મોકલવામાં આવ્યો હતો અને તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો ત્યાર બાદ સારવાર દરમિયાન તેઓ તેઓ નું મોત નીપજ્યું હતું. બોડેલી ના ઢોકલીયા વિસ્તાર માં આવેલ શ્રીજી હોસ્પિટલ ના સ્ટાફ ના વોર્ડબોય, લેબ ટેકનીશીયન, એમ્બ્યુલન્સ નો ડ્રાઇવર, ૨ નર્સ સ્ટાફ , સંપર્ક માં આવતા તેમના કરોના સેમ્પલ લેબોટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં પાંચ કર્મચારીઓ ના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમજ બોડેલી ના જેસિંગપુર ની એક મહિલા તેમજ સંખેડા તાલુકા માં એક કેસ સામે આવ્યો છે. બોડેલી તાલુકા માં છ કેસ સામે આવ્યા છે જેમાં અન્ય સંખેડા તાલુકા માં એક કેસ સામે આવ્યો છે આમ જિલ્લા માં આજે સાત કેસ નોંધાયા છે સાત કોરના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ ૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.એક સાથે કોરોના પોઝિટિવ સાત કેસ સામે આવતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ માં દોડધામ મચી જવા પામી છે છોટાઉદેપુર જિલ્લા માં વધુ સાત કેસ નોંધાતા કરોના દર્દીઓ નો અંક ૫૪ પોહચ્યો હતો તેમજ અત્યાર સુધી કોરના થી ત્રણ મૃત્યુ પામ્યા છે.