ભુજ-

કચ્છમાં ચુંટણી પુરી થયા પછી સતત વધી રહેલા કોરોનાના કેસ ધીરે ધીરે ચોપડે ચડી રહ્યા છે. જોકે થોડી ઠંડી વધતાં કોરોનાનો ભરડો પણ વધ્યો છે. વધુ એક મોત સાથે કચ્છમાં નવા ૧૪ કેસ સરકારી ચોપડે ચડ્યા છે. તે સાથે જ કુલ દર્દીઓનો આંકડો ૨૮૨૦ થયો છે. તો, સાજા થનારનો આંક ૨૫૦૭ અને સારવાર લઈ રહેલા દર્દીઓનો આંકડો ૧૯૭ છે. જયારે ૧ મોત સાથે સરકારી દફતરે ૭૧ મોત નોધાયા છે. બિનસતાવાર મોતનો આંક ૧૨૧ થયો હોવાનું ચર્ચામાં છે.