દિલ્હી-

નીતિ આયોગના સભ્ય વીકે પોલની પ્રમુખતાવાળા જૂથે ગયા મહિને ત્રીજી લહેરને લઈને સલાહ આપી હતી. તેમા કહેવામાં આવ્યું હતું કે જાે ભવિષ્યમાં કોવિડના કેસો વધે છે તો દર ૧૦૦ કોરોના સંક્રમિતોમાંથી ૨૩ને હોસ્પિટલમાં દાખલ કરાવાની જરુરત પડી શકે છે. તેવી સ્થિતિમાં પહેલાથી જ ૨ લાખ ૈંઝ્રેં બેડ તૈયાર રાખવા પડશે.કોરોનાની ત્રીજી લહેર લઈને ગૃહ મંત્રાલયની એક પેનલે પ્રધાનમંત્રી કાર્યાલય(ઁસ્ર્ં)ને ચેતાવણી જાહેર કરી છે. નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર પ્રમાણે બનાવામાં આવેલી સમિતિએ ઓક્ટોબરમાં સંક્રમણ પીક પર પહોચશે તેવી ચેતાવણી જાહેર કરી છે. સમિતિએ તેની બાળકો પર સૌથી વધુ અસર થશે તેવી વાત કહી છે અને અત્યારથી જ તૈયાર રહેવાનું એલર્ટ આપ્યુ છે.

પેનલે હોસ્પિટલોમાં પૂરી તૈયારીઓ રાખવાની સલાહ આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં બાળકો માટે મેડિકલ સુવિધાઓ, વેન્ટીલેટર, ડોક્ટર, મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, ઓક્સિજનની પૂરી વ્યવસ્થા હોવી જાેઈએ. માનવામાં આવી રહ્યુ છે કે ત્રીજી લહેરની મહત્તમ અસર બાળકો અને યુવાઓ પર થશે. તેવામાં તેમને અત્યારથી જ સાવધાની રાખવાની જરૂર છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બાળકો માટે વેક્સિનેશન શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. સમિતિએ પણ મોટી સંખ્યામાં બાળકોના વેક્સિનેશનની જરૂરીયાત ગણાવી છે. આ સાથે જ કોવિડ વોર્ડને એ પ્રમાણે તૈયાર કરવાની સલાહ આપી છે કે બાળકોના પેરેન્ટ્‌સ પણ બાળક સાથે રહી શકે. રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરના અંત સુધી ત્રીજી લહેર પોતાની અસર દેખાડવાની શરુ કરશે. ત્યાંજ ઓક્ટોબરમાં દેશમાં દરરોજ ૫ લાખથી વધુ કેસ આવી શકે છે. આશરે ૨ મહિના સુધી દેશને ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક રાજ્યોમાં ફરી લોકડાઉનની જરૂરત પણ પડશે. નીતિ આયોગે આ પહેલા સપ્ટેમ્બર, ૨૦૨૦માં પણ કોરોનાની બીજી લહેરને લઈને સંભાવના વ્યક્ત કરી હતી. આયોગે ૧૦૦ સંક્રમિતોમાંથી ગંભીર કોવિડ લક્ષણો ધરાવનાર આશરે ૨૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરત ગણાવી હતી, પરંતુ હવેની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. દેશમાં રવિવારે ૨૫,૪૨૦ કોરોના કેસ સામે આવ્યા અને ૪૪,૧૦૩ લોકો સાજા થયા. સતત ત્રીજા દિવસે સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ કરતા વધારે હતી. તે સિવાય ૩૮૫ દર્દીઓના મોત થયા. હજી સુધી ૩.૧૬ કરોડ લોકો રિકવર થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૯,૦૭૧નો ઘટાડો નોધાવ્યો છે. વર્તમાનમાં ૩.૨૮ લાખ સક્રિય કેસો છે.