પેરીસ-

કોરોના સંક્રમણ ફરી વધતા કેસોએ કેટલાક દેશોને ડરાવી દીધા છે. બીજા તબકકાની શરુઆતની આશંકામાં મંગળવારના એશિયા અને યુરોપના તમામ દેશોમા કડક પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે દુનિયા હજુ પણ કોરોના સંક્રમણના પ્રથમ મોટા તબકકા વચ્ચેથી પસાર થઈ રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવકતા ડોકટર માર્ગરેટ હેરિસએ ઉતરી ગોળાર્ધમાં ગરમી દરમ્યાન સંક્રમણના નિવારણમાં કોઈપણ પ્રકારની ભુલ બદલ ચેતવણી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે લોકો હજુ પણ એ જ વિચારે છે કે આ મોસમી બીમારી છે. 

આપણે આ વાત આપણા મગજમાંથી કાઢી નાખવી જોઈએ. કોરોના એક નવો વાયરસ છે અને તે અલગ રીતે વર્તન કરે છે. કોરોના વાયરસ ઈન્ફલુએન્ઝાની જેમ નથી તેનો પ્રકોપ મોસમી જેવો હોય છે. તેને વાયરસની એક તરંગની જેમ ન સમજવો જોઈએ. આ વાયરસ એક મોટો તબકકો છે. આ ઉપર પણ જશે અને ફરી થોડો નીચે પણ આવશે. 

વિયતનામના ડાનાંગ શહેરમાં 15 દિવસ સુધી હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. બ્રિટન બાદ હવે જર્મની, બેલ્જીયમ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. જર્મનીના મજદૂરોમાં સંક્રમણ બાદ સરકારએ ચેતવણી જાહેર કરી.