અમદાવાદ-

ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યુ લંબાવતા રાતના 10 વાગ્યા બાદ એસટી બસોને પણ શહેરોમાં પ્રવેશ મળશે નહીં. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને અમદાવાદ સહિત મુખ્ય ચાર શહેરોમાં રાત્રી કરફ્યુ 31 માર્ચ સુધી લંબાવ્યો છે. હવે આવતી કાલ 17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રી કરફ્યુના નિર્ણય પર ST વિભાગ સજ્જ બન્યું છે. જેમાં 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો પ્રવેશ નહીં કરે, પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે