દિલ્હી-

ભારતમાં કોરોનાના નવા 53000 કેસો અને 758 મૃત્યુ નોંધાયા. મહામારી શરુ થઈ ત્યારથી ગત સપ્તાહમાં સૌથી વધુ કેસો અને મૃત્યુ સંખ્યા નોંધાયા છે. ગત સપ્તાહે 3.7 લાખ કેસો નોંધાયા હતા, જે આગલા સપ્તાહ કરતાં 16% વધુ છે. એવી જ રીતે સપ્તાહ દરમ્યાન 5345 લોકો કોરોનાનો શિકાર બન્યા હતા. આગલા 7 દિવસ કરતાં આ સંખ્યા 474 વધુ છે.

ગત સપ્તાહમાં આંધ્રપ્રદેશમાં કેસોનો રાફડો ફાટયો હતો. સાત દિવસના ગાવાનવા 62466 કેસો નોંધાયા હતા, અને સૌથી વધુ પ્રભાવિત 65429 નવા કેસો નોંધાયા તે મહારાષ્ટ્રની એકદમ નજીક આવ્યું હતું. આંધ્રના કુલ કેસલોડના 40% ગત સપ્તાહે આવ્યા હતા. એ સામે મહારાષ્ટ્રમાં નવા 15% કેસો નોંધાયા હતા. 

સપ્તાહમાં 43890 કેસો સાથે તામીલનાડુ ત્રીજા ક્રમે છે. આ રાજયમાં કુલ કેસોના 17% પુરા થયેલા સપ્તાહમાં સામે આવ્યા છે. ત્યારબાદ કુલ કેસોના 29% અથવા 38,678 કેસો સાથે કર્ણાટક અને 28% વધારા સાથે 26646 કેસો સાથે ઉતરપ્રદેશનો ક્રમ છે. 

બંગાળ (2739), રાજસ્થાન (1167), મધ્યપ્રદેશ (921) અને ગોવા (337) કેસો સાથે ચાર રાજયોમાં એક દિવસમાં કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. સતત છઠ્ઠા દિવસ દેશમાં કોરોનાનો મરણાંક 750થી વધુ રહ્યો હતો. ગઈકાલે મહારાષ્ટ્રમાં 260, તામિલનાડુમાં 98, કર્ણાટક 84, આંધ્રપ્રદેશ 67, ઉતરપ્રદેશ 53 અને બંગાળમાં 49 મૃત્યુ નોંધાયા હતા. 

સતત ચોથા દિવસે તામીલનાડુમાં મરણાંક 100 આસપાસ રહ્યો હતો. ગઈકાલે 98 મોત સાથે કુલ આંકડો 4132 એ પહોંચ્યો હતો. નવા 5875 કેસો સાથે રાજયમાં એકટીવ કેસોની સંખ્યા 56,998 થઈ હતી. આ ચિંતાજનક સમાચારો વચ્ચે એક જ દિવસમાં રેકોર્ડ 51,225 લોકો સાજા થયા હતા. રવિવારે જારી આંકડા મુજબ દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 11,45,629 થઈ છે. રિકવરી રેટ સુધરી 65.44% થયો છે. 

દરમિયાન, કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એલ.યેદીયુરપ્પા ઉપરાંત તેમના પુત્રીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટકના મુખ્યપ્રધાન, ઉતરપ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ કોરોનાની ચપેટમાં આવતા ગત સપ્તાહ ત્યારે રહ્યું હતું.