ન્યુયોર્ક-

કોરોના મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોને મોતના મોં માં ધકેલી દીધા છે. તેમાં સૌથી વધારે મોતો અમેરિકામાં થયા હોવાનો ખુલાસો થયો છે. અમેરિકામાં માત્ર 8 જ મહિનામાં 3 લાખ લોકોના મોત નિપજ્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જાેકે તેમાં કેટલીક અન્ય બિમારીઓથી થયેલા મૃત્યુને પણ શામેલ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં સામે આવેલા મોતના આંકડામાં બે તૃતિયાંશ મોત તો કોરોનનાના કારણે થયાં હોવાના અહેવાલ પ્રગટ થયા છે. યુએસ સેન્ટર ફોર ધ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલએ પ્રગટ કરેલી વિગતો મુજબ કુલ મરણના બે તૃતિયાંશ મરણ કોરોનાના કારણે થયાં હતાં. સીડીસીએ પ્રગટ કરેલા રિપોર્ટ મુજબ, ગયા વર્ષે જાન્યુઆરી અને ઓક્ટોબર વચ્ચે થયેલાં મરણ કરતાં આ વર્ષે વધુ લોકો રોગચાળાના કારણે મરણ પામ્યાં હતાં. એજન્સી દાવો કર્યો હતો કે, આ તો અમારો અંદાજ છે. રોગચાળાથી વધુ લોકોના મોત પણ થયાં હોઇ શકે છે. આ વર્ષના માર્ચ મહિનાથી દર અઠવાડિયે મૃત્યુની સંખ્યા સતત વધતી રહી હતી. આ સમયગાળા દરમિયાન 25થી 44 વર્ષની વયના લોકો વધુ મૃત્યુ પામ્યા હતા. કુલ મૃત્યુમાં કોરોનાનો ફાળો ૨૬.૫ ટકાનો હતો. તેમાં 75 ટકા લોકોના મોત કોરોના વાયરસના લીધો થયા હતાં. 

રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ખાસ સમાજ અને જાતિના લોકોના મૃત્યુદરમાં સારો એવો વધારો નોંધાયો હતો. 11 એપ્રિલ અને 8 ઑગષ્ટે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં મરણ નોંધાયા હતા. એકલા કોરોનાએ અત્યાર સુધીમાં આશરે સવા 2 લાખ લોકોનો ભોગ લીધો હતો. જ્યારે કુલ મૃતાંક ૩ લાખ છે. તેમાંથી 75 ટકા લોકોના મોત કોરોનાના કારણે થયા છે.