દિલ્હી-

કોરોનાના કેસો વધવાને પગલે દિલ્હી સરકાર એલર્ટ થઈ ગઈ છે. હવે પાંચ રાજ્યોમાંથી દિલ્હી આવનારા લોકો માટે કોરોના નેગેટીવ રીપોર્ટ ફરજીયાત બનાવી દેવાયો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કેરળ અને પાંજાબથી દિલ્હી આવનારા લોકોએ પોતાનો નેગેટીવ આરટી-પીસીઆર લાવવો પડશે એ સિવાય તેમને દિલ્હીમાં પ્રવેશ મળશે નહીં. આ નિયમ 27મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી લાગુ રહેવાનો છે. 

મહારાષ્ટ્રમાં રોજના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે અને તેમાં પૂણે, મૂંબઈ, થાણે, નાગપુર, અમરાવતી જેવા જીલ્લાઓમાં કેસો મળી રહ્યા છે.

મહારાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટ જેવા ચાર ગુજરાતના શહેરોમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશના 3 જીલ્લાઓમાં હાલત ખરાબ થઈ રહી છે. ઈંદોર, ભોપાલ અને બૈતૂલ જિલ્લાઓમાં કેસોની સંખ્યા વધી રહી છે.