ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે રાજ્યમાં કોરોના પોઝિટિવ હોય તેવા 1430 નવા દર્દી નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન રાજ્યમાં વધુ 17 દર્દીનાં મોત થયાં છે. કુલ 1316 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને સારવાર બાદ તેમણે હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે

રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 24 હજાર 767 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે જ્યારે 1 લાખ 05 હજાર 091 દર્દીઓ સારવાર દરમિયાન કોરોનાને (Corona Patients Recover) માત આપવામાં સફળ રહ્યા છે. જ્યારે 3339 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર સતત યોગ્ય પગલા લઈ રહ્યુ છે અને ગત રોજ 61897 કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 38 લાખ 62 હજાર 366 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા છે. 

રાજ્યમાં નવા 1430 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં 703 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 727 કેસ નોંધાયા છે. સુરત મનપામાં 179 કેસ, અમદાવાદ મનપામાં 157, રાજકોટમાં 101 કેસ, જામનગર મનપામાં 100, વડોદરા 95, ભાવનગર મનપામાં 27, ગાંધીનગર મનપામાં 25 અને જૂનાગઢ મનપામાં 19 કેસ નોંધાયા છે. નવા 1430 કેસ સામે રાજ્યમાં 24 કલાકમાં 1316 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોનાના 61897 ટેસ્ટ સામે 1316 દર્દીને રજા આપવામાં આવતાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 84.23 ટકા થયો છે.