દિલ્હી-

દેશમાં કોરોનાનો કુલ આંકડો ૨૯ લાખને પાર, અત્યાર સુધી ૫૪૮૪૩ લોકોના મોત નિપજ્યા ઓગષ્ટમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં ૧૨ લાખ, અમેરિકામાં ૯.૯ લાખ અને બ્રાઝિલમાં ૭.૯ લાખ કેસ નોંધાયા 

પંજાબ વિધાનસભામાં આવનારા મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓએ કોરોના રિપોર્ટ રજુ કરવો પડશે ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં જ ૬૮,૮૯૮ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૯૮૩ લોકોના મરણ નોંધાયા છે. 

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરેલા આંકડા અનુસાર, આજના નવા ઉમેરાયેલા કેસો સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૯,૦૫,૮૯૪ પર પહોંચી ગઈ છે. જ્યારે ૫૪,૮૪૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં કોરોનાના ૬,૯૨,૦૨૮ એક્ટિવ કેસો છે. જાે કે રાહતની વાત છે કે, કુલ કેસોમાંથી ૨૧,૫૮,૯૪૭ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ૨૦ દિવસમાં જ દેશમાં અંદાજે ૧૨ લાખથી વધુ નવા કેસો નોંધાયા છે. જે ગત મહિનાની સરખામણીમાં વધું છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ૧૪,૪૯૨ નવા કેસ સામે આવ્યા છે. જે કોઈ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

રાજ્ય સરકારો દ્વારા મળેલા આંકડાઓની વિગત અનુસાર ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૨૦ ઓગસ્ટ સુધી ૧૨,૦૭,૫૩૯ થઇ ગયા છે. મંત્રાલયનાં આંકડા પર નજર નાંખીએ તો આ પહેલાં જુલાઈ મહીનામાં ૧૧ લાખ કેસ આવ્યા હતાં એટલે કે ૧૧,૦૯,૪૪૪ કેસ હતાં. જ્યારે ઓગસ્ટમાં વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં સામે આવ્યાં છે. એમાં પણ હજી ૧૦ દિવસ બાકી છે.

અમેરિકામાં ૧૯ ઓગસ્ટ સુધી ૯,૯૪,૮૬૩ કેસ સામે આવ્યાં છે. જ્યારે બ્રાઝિલમાં ૭,૯૪,૧૧૫ કેસ સામે આવ્યાં છે. એટલે કે અમેરિકા બીજા નંબરે અને બ્રાઝીલ ત્રીજા નંબરે છે. ગુરૂવારનાં રોજ દેશમાં ૬૯,૩૧૭ નવા કેસ સામે આવ્યાં છે. જેનાંથી કુલ કેસની સંખ્યા ૨૯ લાખથી વધારે થઇ ગઇ છે. બુધવારના રોજ ૭૦,૧૦૧નો આંક આવ્યાં બાદ કોરોનાના મામલે એક દિવસમાં જ આ બીજી વાર સૌથી મોટી છલાંગ છે.

એક વાર ફરીથી મહારાષ્ટ્રમાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યાં છે. જ્યાં એક દિવસમાં સૌથી વધારે કેસ ૧૪,૪૯૨ કેસ દાખલ થયા છે. એમાં પણ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે રાજ્યમાં પ્રથમ વાર દરરોજના કેસ ૧૪ હજારને પાર ચાલ્યા ગયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય એવાં ૮ રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસો સૌથી વધારે છે. જેમાં બંગાળ (૩૧૯૭), પંજાબ (૧૭૪૧), ગુજરાત (૧૧૭૫), મધ્યપ્રદેશ (૧૧૪૨), છત્તીસગઢ (બુધવાર રાતથી ૧૦૧૬, ગુરૂવારના રોજ ૯૧૬), હરિયાણા (૯૯૬), પુડુચેરી (૫૫૪) અને મેઘાલય (૧૨૬) શામેલ છે.

પંજાબ વિધાનસભામાં આવનારા મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓએ તેમનો કોરોના રિપોર્ટ રજુ કરવો પડશે. આ સત્ર ૨૮ ઓગસ્ટથી શરૂ થશે. પંજાબના સ્પીકર રાણા કેપી સિંહે શુક્રવારે આ માહિતી આપી હતી.