રાજપીપળા, તા.૨૫ 

 રાજ્યાના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના જણાવ્યા મુજબ હવે પછી ગુજરાતની ખાનગી લેબોરેટરી ૨૫૦૦ રૂપિયા જ ચાર્જ વસૂલી શકશે અને ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ ફક્ત ૩૦૦૦ રૂપિયા જ વસૂલી શકશે.જો વધારે ભાવ વસુલસે તો એ લેબોરેટરીની માન્યતા રદ કરાશે.

 બીજી બાજુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સીએમ રૂપાણી સમક્ષ એક માંગ મૂકી છે.પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને જણાવ્યું છે કે કોરોના મહામારી મામલે ગુજરાતના દરેક જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ ઉભી કરવી, આરોગ્ય સ્ટાફને કીટ, માસ્ક, સેનેટાઈઝર સહિત સુરક્ષા માટે અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવવી.તે છતાં કોરોના દર્દીઓને અપૂરતી સારવાર તથા ટેસ્ટિંગની સુવિધાઓના અભાવે વધુમાં વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ ચાર્જ વધુ એટલે ૪૫૦૦ રૂપિયા લેવાય છે.