વડોદરા, તા.૧ 

ગોત્રી હોસ્પિટલ બાદ સયાજી હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ તેમના સ્વજનો સાથે વાતચીત કરી શકે તે માટે વિડિયો કોલની સુવિધા શરુ કરવામાં આવી છે.

આ અંગે જાણકારી આપતા સલાહકાર ડો. મીનુ પટેલે જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત આ સુવિધાની સયાજી હોસ્પિટલમાં ખૂબ જરુર હતી. ઓએસડી વિનોદ રાવને આ વાત મૂકતા તેમણે સયાજી હોસ્પિટલમાં આ સુવિધા શરુ કરવાની સુચના આપી હતી. આ માટે ૩૦ જેટલા એન્ડ્રોઈડ ફોન વસાવવામાં આવ્યા છે. દર્દીઓના સ્વજનો હોસ્પિટલના ઈન્ર્ફોમેશન સેન્ટર ખાતેથી દરરોજ બપોરે ૧૨ થી ૨ અને સાંજે ૬ થી ૯ દરમિયાન કુટુંબીજનો સાથે વિડીયો કોલ દ્વારા સંપર્ક કરીને તેમની ખબર પૂછી શકશે ગોત્રી હોસ્પિટલમાં ૧૫ મોબાઈલની મદદથી આ સેવા આપવામાં આવી રહી છે. આભાર - નિહારીકા રવિયા