ટોક્યો

ઓલિમ્પિકની વચ્ચે હવે ટોક્યો ઉપર કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઓલિમ્પિક રમતોની શરૂઆત બાદ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અહીં એક જ દિવસમાં રેકોર્ડ ૨૮૪૮ કેસ નોંધાયા છે. આ કેસો આ વર્ષે ૭ જાન્યુઆરી (૨,૫૨૦) પછીનો સૌથી વધુ છે.

 ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી ટોક્યોમાં કોવિડ-૧૯ ચેપના કુલ કેસ બે લાખને વટાવી ગયા છે. આ રોગચાળાને પહોંચી વળવા ટોક્યોમાં ચોથી વખત કટોકટીની સ્થિતિ લાગુ કરવામાં આવી છે. આ આવતા મહિને ઓલિમ્પિક દરમિયાન ચાલુ રહેશે અને પેરાલિમ્પિક રમતોની શરૂઆત પહેલા જ સમાપ્ત થશે. શુક્રવારે ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થયો હતો અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વધુ ઝડપથી ડેલ્ટા પ્રકારનો વાયરસ ફેલાવવાથી કેસ વધી શકે છે.

નિષ્ણાતો માને છે કે કોવિડ-૧૯ ના કેસો રસી ન લેતા યુવાનોમાં વધી રહ્યા છે. રસીઓના સપ્લાયમાં અનિશ્ચિતતાએ જાપાનમાં રસીકરણ અભિયાનોને ધીમું બનાવ્યું છે. ગંભીર કિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકો જેમની ઉંમર ૫૦ વર્ષ છે. ટોક્યોની હોસ્પિટલોમાં આવા દર્દીઓની સંખ્યા લગભગ ત્રણ હજાર છે અને હોસ્પિટલોના પલંગ ઝડપથી ભરાઈ રહ્યા છે. અધિકારીઓ તબીબી સંસ્થાઓને તેમની ક્ષમતા ૬,૦૦૦ ની આસપાસ વધારવા જણાવી શકે છે.

સરકારના દાવા મુજબ જાપાનની ૨૫.૫ ટકા વસ્તીએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. જોકે જાપને આ રોગચાળા સાથે અન્ય દેશોની સરખામણીમાં સારી રીતે મુકાબલો કર્યો છે. સોમવાર સુધીમાં ૮,૭૦,૪૪૫ કેસ નોંધાયા છે જેમાં મૃત્યુઆંક ૧૫,૧૨૯ છે. જોકે ઓલિમ્પિકના આયોજન માટે સરકારે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે, કારણ કે લોકો માને છે કે દેશના સ્વાસ્થ્ય ઉપર ઓલિમ્પિકને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.