દિલ્હી-

દુનિયામા સોનાની માગમાં ઘટાડો થયો છે, પણ ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી- માર્ચ ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૩૭ ટકા જેટલી વધીને ૧૪૦ ટન પર પહોંચી ગઇ છે. આ સમયગાળામાં કોવિડ ૧૯ના પગલાંથી મળેલી રાહત અને સોનાના ભાવ ઘટવાને કારણે માગમાં ઉછાળો જાેવા મળ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (ઉય્ઝ્ર)એ વાત ગુરુવારે કરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૦મા પ્રથમ ત્રિમાસિક ગાળા (જાન્યુ.-માર્ચ)માં સોનાની માગ ૧૦૨ ટન હતી.

મૂલ્યના હિસાબે જાેઇએ તો સોનાની માગ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫૭ ટકા જેટલી વધીને ૫૮,૮૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી છે જે ગયા વર્ષે ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩૭,૫૮૦ કરોડ રૂપિયા હતી.જાન્યુ- માર્ચ ૨૦૨૧માં સોનાના ઘરેણાંની માગ ૩૯ ટકા વધીને ૧૦૨.૫૦ ટન પર પહોંચી છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૭૩.૯ ટકા હતી.ઘરેણાંના મૂલ્યની વાત કરીએ તો ઘરેણાંની માગ ૫૯ ટકા વધીને ૪૩,૧૦૦ કરોડ પર પહોંચી છે જે ગયા વર્ષે આ સમયગાળામાં ૨૭.૨૩૦ કરોડ રૂપિયા હતી.

જાન્યુ- માર્ચ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામાં રોકાણની ડિમાન્ડ ૩૪ ટકા વધીને ૩૭.૫ ટકા થઇ ગઇ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૨૮.૧ ટન હતી. સોનામાં ઇન્વેસ્ટમેન્ટના મૂલ્યની વાત કરીએ તો ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૫૩ ટકા વધીને ૧૫,૭૮૦ કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૦.૩૫૦ કરોડ રૂપિયા હતી.જાન્યુઆરી- માર્ચ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામા વૈશ્વિક માગ ૨૩ ટકા ઘટીને ૮૧૫.૭ ટન રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલમાં જણાવ્યા મુજબ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ હળવું થવાને કારણે અને સેન્ટ્રલ બેંક દ્રારા સોનાની ખરીદી ઓછી થવાને કારણે વૈશ્વિક સ્તરે સોનાની માગ ઘટી છે. જાન્યુઆરી –માર્ચ૨૦૨૦માં વૈશ્વિક સ્તરે સોનાની માગ ૧૦૫૯.૯ ટન રહી હતી. વૈશ્વિક સ્તરે સોનાના રોકાણની વાત કરીએ તો જાન્યુઆરી- માર્ચ ૨૦૨૧માં સોનામાં રોકાણની માંગમાં ૭૧ ટકા જેટલું મસમોટું ગાબડું પડયું છે. ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામા ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ૧૬૧.૬ ટન રહી જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાલામાં ૫૪૯.૬ ટન હતી. ભારતમાં સોનાની માગ વધવા પાછળનું કારણ એવું છે કે આજે પણ લોકો ગોલ્ડને સલામત