મહેસાણા,તા.૨૯ 

 ઉત્તર ગુજરાતમાં ૨૭ દિવસમાં ૨૬૪૧૪ના કોરોના ટેસ્ટ કરાયો છે. જેમાંથી નવા ૧૯૯૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૧૨ દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. ૨૪ માર્ચથી ૩૦ જૂન સુધીના ૬૯ દિવસમાં કોરોનાની સ્થિતિ મુજબ છેલ્લા ૨૭ દિવસમાં પોઝિટિવ કેસ દોઢ ગણા વધ્યા છે.જ્યારે મૃત્યુ બમણા થયા છે.ઉત્તર ગુજરાતમાં ૩૦મી જૂન સુધીના ૬૯ દિવસમાં કુલ ટેસ્ટીંગ સામે પોઝિટિવ કેસનો રેસિયો ૪.૪૦%નો હતો, જે છેલ્લા ૨૭ દિવસમાં આ રેસિયો ૭.૫૩%ની ઉપર પહોંચ્યો છે. પાંચ જિલ્લાની સ્થિતિ જોઇએ તો પાટણમાં આ રેસિયો ૪.૨૬%થી વધીને ૧૨%, મહેસાણામાં ૭.૧૪%થી વધીને ૯.૫૮%, બનાસકાંઠામાં ૨.૯૧%થી વધીને ૬.૭૦% અને સાબરકાંઠામાં ૩.૫૮%થી વધીને ૪.૩૫%એ રેસિયો પહોંચ્યો છે. જો કે, અરવલ્લી જિલ્લામાં લેવાતાં ટેસ્ટનો દર ઘટતાં પોઝિટિવ કેસ ૫.૫૭%થી ઘટીને ૩%એ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં જૂન અંત સુધીના ૬૯ દિવસમાં ૨૯૦ પોઝિટિવ અને ૨૮ના મોત થયા હતા. તેની સામે છેલ્લા ૨૭ દિવસમાં નવા ૫૪૦ કેસ સામે આવ્યા છે. તેમજ બીજા ૨૮ના મોત થયા છે. પોઝિટિવ કેસોમાં ૧૮૬ ટકાનો વધારો થયો છે. જ્યારે મોતનો રેસિયો ૧૦૦ ટકા વધ્યો છે. આ ૨૭ દિવસમાં પ્રતિ દિન ૨૦૮ની એવરેજથી ટેસ્ટ લેવાયા છે. પાટણ જિલ્લામાં જૂન અંત સુધીના ૬૯ દિવસમાં ૨૧૦ પોઝિટિવ કેસ અને ૨૨ ના મોત થયા હતા. તેની સામે છેલ્લા ૨૭ દિવસમાં નવા ૪૮૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે ૩૩ મોત થયા છે. એટલે કે, પોઝિટિવ કેસમાં ૨૩૦%નો વધારો થવાની સાથે મોતનો રેસિયો ૧૫૦%એ પહોંચ્યો છે. આ ૨૭ દિવસમાં પ્રતિ દિન ૧૪૯ની એવરેજથી ટેસ્ટ લેવાયા છે. બનાસકાંઠા જિલ્લામાં જૂન અંત સુધીના ૬૯ દિવસમાં ૨૧૧ પોઝિટિવ અને ૧૦ના મોત થયા હતા. તેની સામે છેલ્લા ૨૭ દિવસમાં નવા ૫૮૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે ૨૭ના મોત થયા છે. એટલે કે, પોઝિટિવ કેસમાં ૨૭૮% અને મોતનો ૨૭૦%નો રેશિયો છે. પોઝિટિવ કેસ વધવાનું કારણ એ છે કે જિલ્લામાં રોજ ૩૨૪ની એવરેજથી ટેસ્ટ લેવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જૂન અંત સુધીના ૬૯ દિવસમાં ૧૯૪ પોઝિટિવ કેસ સામે ૧૦ ના મોત થયા હતા.