ન્યુ દિલ્હી,તા.૨૦ 

કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરથી જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૫૧૬ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ૩૭૫ લોકોના મૃત્યું થયા છે. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૯૫,૦૪૮ થઇ ગઇ છે, જેમાં, ૧,૬૮,૨૬૯ સક્રિય મામલા છે. જેમાંથી ૨,૧૩,૮૩૧ લોકો ઠીક થઇ ગયા છે અથવા હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં ૧૨,૯૪૮ લોકોના મૃત્યું થયા છે. 

ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસ મહામારીના રેકોર્ડેબલ ૧૪,૫૧૬ કેસ નોંધાયા છે. આ વચ્ચે સકારાત્મક સમાચાર એ છે કે સ્વસ્થ થઇ ગયેલા લોકોનો આંકડો ૨,૦૦,૦૦ને પાર પહોંચી ગયો છે. હવે ૨,૧૩,૮૩૦ લોકો આ સંક્રમણથી બહાર નીકળી ગયા છે જ્યારે ૧,૬૮,૨૬૯ એકટીવ કેસ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં ૫૪.૧ ટકા દર્દી સંક્રમણથી બહાર આવી ગયા છે. એક જ દિવસમાં ૧૪,૫૧૬ નવા કેસ સામે આવાથી દેશમાં કુલ કેસોની સંખ્યા ૩,૯૫,૦૪૮ થઇ ગઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા ૧૨,૯૪૮ છે, જ્યારે ૩૭૫ લોકોના એક જ દિવસમાં મૃત્યું થયા છે. આ મહીનામાં અત્યાર સુધીમાં ૨,૦૪,૫૧૩ કેસ થયા છે.

કોરોનાના વધતા કેસ પર નજર નાંખીએ તો સૌથી વધારે ૩ રાજ્ય પર સંકટ વધેલું જાવા મળી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશના માત્ર ૩ રાજ્યોમાંથી અંદાજે ૧૦,૦૦૦ જેટલા કેસ સામે આવ્યા છે. દિલ્હી, મહારાષ્ટ અને તામિલનાડુમાં કોરોનાના ૯૦૭૦ કેસ સામે આવ્યાં છે.

જ્યારે દેશના અન્ય ૩૩ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને ૫૪૩૭ કેસ સામે આવ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાંથી ૩૧૩૭ નવા કેસ, મહારાષ્ટમાંથી ૩૮૨૭ અને તામિલનાડુમાંથી ૨૧૧૫ નવા કેસ સામે આવ્યાં છે.

મહારાષ્ટમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે મુંબઈ પોલીસે બીએમસીથી ૫ જગ્યા પર સંપૂર્ણ રીતે લાકડાઉનની માંગણી કરી છે. મુંબઈ પોલીસે કોરોનાના વધતા કેસને જાતાં બીએમસીથી સમતા નગર, કુરારના અપ્પાપાડા, કુરાર ગામ, મડ વિસ્તાર અને મલાડાના કેટલાક વિસ્તારોને સંપૂર્ણ લાકડાઉન કરવાની માગ કરી છે. આ સમયે કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરમિશન ન આપવાનો નિર્ણય લેવાશે. આ સાથે ફક્ત જરૂરી સામાનને ખોલવાની માંગ કરી છે.

જા ભારતની વાત કરીએ તો અહીં ૧૮ મેના રોજ ૧ લાખ કેસ હતા. ૨ જૂને તે સંખ્યા ૨ લાખ પહોંચી. એટલે કે ૧૪ દિવસમાં એક લાખ કેસનો વધારો થયો. ૨થી ૪ લાખ થવામાં ફક્ત ૧૮ દિવસનો સમય લાગ્યો છે. એટલે કે કોરોનાનું સંક્રમણ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે.