ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી પહેલી માર્ચથી શરુ થઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામા સરકારી કામકાજ માટે જતાં અધિકારીઓ, ધારાસભ્યો તેમજ પત્રકારો સહિતના લોકો માટે રેપિડ અને એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યાં છે. જેના માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ માટેનું સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં જે લોકોને ટેસ્ટ નેગેટિવ આવશે તે લોકોને જ વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સંયુક્ત સચિવ ગૌરાંગ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પહેલી માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનું આઠમું બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે.

ત્યારે કોરોના મહામારીને કારણે ગૃહમાં આવનારા અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને પત્રકારો સહિતના લોકો માટે રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે, જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવશે તે જ લોકોને વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. ટેસ્ટ માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ માટેનું એક સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાનું સત્ર પહેલી માર્ચે મળશે, કોરોનાના કારણે પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે,અને પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને આરામદાયક ખુરશીમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટનસિંગ સાથે ધારાસભ્યો ની બેઠક વ્યવસ્થા રહેશે.

નાણાંમંત્રી તરીકે નીતિન પટેલ ૯મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો લઇને ગુજરાત રાજ્યના નાણાં મંત્રી નિતિન પટેલે દરેક વિભાગ ની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે .જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચ ની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભાનું બજેટ સત્ર એક મહિના માટે મળે તેવી સંભાવના છે .કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વિધાનસભા બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.