સુરત

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ બહુ સારી નથી. રાજ્યનાં સુરત શહેરમાં ઝડપથી કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી સુરતમાં શાળા-કોલેજાેમાં કોરોનાનાં ટેસ્ટિંગને કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં શાળા-કોલેજાેમાં કોરોનાનાં ટેસ્ટ થતા ૨,૯૯૧ ટેસ્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા હતા. ત્યારે લીંબાયત, અઠવા ઝોનની શાળામાંથી ૫ કોરોનાનાં કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ગાંધી એન્જિનિયરનાં કોલેજનાં પ્રોફેસરને પણ કોરોના થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

જેને ધ્યાનમાં લેતા ગાંધી એન્જિનિયર કોલેજને ૭ દિવસ માટે બંધ કરવામાં આવી છે. વળી શહેરમાં યુકેનાં સ્ટ્રેનનાં વધુ બે કેસ સામે આવ્યા બાદ લોકોમાં ફફડાટ શરૂ થઇ ગયો છે. આ સિવાય સાઉથ આફ્રિકા સ્ટ્રેનનો પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આફ્રિકાનાં બોટસવાનાથી આવેલા વેપારીને કોરોના થયો હોવાનુ જાણમાં આવ્યુ હતુ. વળી ત્યારબાદ મનપાએ ૪૦ સેમ્પલો પુણે લેબમાં મોકલ્યા હતા, જેમાથી ૫ યુકે અને ૧ આફ્રિકા સ્ટ્રેન પોઝિટિવ આવ્યા હતા. જણાવી દઇએ કે, કોરોના પોઝિટિવ કેસ ઝડપથી વધતા તંત્ર હવે ચિંતિત બન્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ચૂંટણી પૂર્વે કોરોનાનાં આંક અને ચૂંટણી બાદનાં કોરોનાનાં આંકમાં તફાવત જાેવા મળી રહ્યો છે. જે કોરોનાનાં કંટ્રોલમાં હોય તેવા આંક અચાનક ચૂંટણી બાદ ફેરવાઇ ગયા છે.