અમદાવાદ

રાજ્યમાં કોરોનાના લીધે સ્થિતિ વિકટ અને વિકરાળ બનતી છે. કોરોનાએ ગુજરાતને પોતાની બાનમાં લઇ લીધું છે. રાજ્યમાં હોસ્પિટલોમાં પ્રાણવાયુ ખૂટી પડ્યો છે, દર્દીઓને એડમિટ કરવા માટે બેડની અછત વર્તાઇ રહી છે. તો બીજી તરફ દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે 12553 કેસ કેસ નોંધાયા હતા તો 125 દર્દીઓના મોત થયા હતા. કેસની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બીજી લહેરમાં ગુજરાતમાં દર કલાકે 5 વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી દર કલાકે 500થી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

અત્યાર સુધીમાં 90,93,538 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 16,22,998 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,07,16,536 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 54,548 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 64,510 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.