દિલ્હી-

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બહાર પાડેલા એક રિપોર્ટમાં અનુમાન લગાવાયુ છે કે, ડિસેમ્બર સુધીમાં દેશમાં લોકોને કોરોનાની રસીના ૧૧૩ કરોડ ડોઝ આપવામાં આવશે. જ્યારે દેશની વસતી પ્રમાણે ગણવામાં આવે તો ૧૫ ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ લાગી ચુક્યા હશે અને ૮૪ ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ મળી ચુક્યો હશે.

એવુ અનુમાન છે કે, મેના ત્રીજા સપ્તાહમાં કોરોનાનુ સંક્રમણ પીક પર પહોંચી શકે છે અને સાથે સાથે ગામડાઓમાં પણ સંક્રમણ વ્યાપક રીતે ફેલાઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, દેશમાં કોરોનાની વેક્સીન લગાવવા માટેનો ખર્ચ દેશની જીડીપીના ૦.૧ ટકા જેટલો રહેશે. જ્યારે કોરોનાના કારણે જાે દેશમાં લોકડાઉન લગાવવાનો ર્નિણય લેવાયો તો દેશને બહુ મોટુ નુકસાન થશે. અત્યારે વિવિધ રાજ્યોમાં જે આંશિક લોકડાઉન લગાવાયુ છે તેના કારણે જીડીપીના ૦.૭ ટકા જેટલુ નુકસાન થવાનુ અનુમાન છે. જાેકે એ પછી પણ જીડીપીમાં ૧૦.૪ ટકાનો વધારો જાેવા મળશે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, જે રીતે સ્પેનિશ ફ્લુની બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ હતી તે રીતે કોરોનાની બીજી લહેર અગાઉની પહેલી લહેરીની સરખામણીએ વધારે ખુવારી કરી શકે છે. તેની અસર ઓછી કરવા માટે મોટા પાયે રસીકરણ જરુરી છે. દુનિયામાં હાલમાં ૯૦ કરોડ લોકોએ રસી લીધી છે. જાેકે ગરીબ દેશો આ અભિયાનમાં બહુ પાછળ છે. આમ વેક્સીનેશન કાર્યક્રમમાં પણ અમીર અને ગરીબ દેશો વચ્ચેનો તફાવત સામે આવી રહ્યો છે. દુનિયાની ૨.૬ ટકા વસતીને જ હજી સુધી વેક્સીનેશનનો લાભ મળ્યો છે. ભારતમાં આ પ્રમાણ ૧.૨ ટકા જેટલુ છે. કેટલાક રાજ્યોમાં વેક્સીન માટે લોકોમાં હજી પણ ખચકાટ છે. અનુમાન છે કે, સીરમ ઈન્સ્ટિટ્યુટ જુલાઈ સુધીમાં દર મહિને ૧૧ કરોડ ડોઝના ઉત્પાદનની ક્ષમતા મેળવી લેશે. જ્યારે ભારત બાયોટેક ૧.૨ ડોઝનુ ઉત્પાદ કરશે.રશિયાની સ્પુતનિક વેક્સીનની આયાત પણ ત્યાં સુધીમાં શરુ થઈ જશે. રિપોર્ટમાં અનુમાન છે કે, દેશને વેક્સીન લગાવવમાં જેટલો ખર્ચ થશે તે લોકડાઉન લગાવવાથી થનારા નુકસાન કરતા તો બહુ ઓછો હશે.