દિલ્હી,

દેશમાં કોરોના મહામારી જાણે કે ભારતમાંથી જવાનું નામ ન લેતી હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં એક જ દિવસમાં ૨૦ હજારની નજીક જેટલા કેસો નોંધાયા હતા. અને ૧ જુલાઇથી અનલોક-૨માં જ્યારે વધુ છૂટછાટ આપવામાં આવે તેમ છે ત્યારે તે પછી કોરોના કયાં જઇને ટકશે તેના વિવિધ અનુમાનો વચ્ચે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૫,૪૮,૩૧૮ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૯૪૫૯ નવા કેસ નોંધાયા છે. જે ૨૦ હજારની નજીક છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૮૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોનાને કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૧૬,૪૭૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ ૨,૧૦,૧૨૦ એÂક્ટવ કેસ હતા. . દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦૧૦ લોકો સ્વસ્થ્ય થયા છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આજે સોમવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોની આંકડાકિય માહિતી જાહેર કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી ૫ લાખ ૪૯ હજાર ૧૯૭ કોરોના કેસ આવી ચુકયા છે.મધ્યપ્રદેશ હવે સૌથી વધુ સંક્રમિત ૧૦ રાજ્યોમાંથી બહાર થયું છે. અહીંયા અત્યાર સુધી સંક્રમણના ૧૩૧૮૬ કેસ આવ્યા હતા. જેમાંથી ૧૦૦૮૪ દર્દી સાજા થયા છે, એટલે કે રિકવરી રેટ ૭૬% થઈ ગયો છે. હવે દસમા નંબરે કર્ણાટક છે. જા કે, હાલ બન્નેના આંકડામાં વધારે ફરક નથી. કર્ણાટકમાં અત્યાર સુધી ૧૩૧૯૦ કેસ આવ્યા છે.

ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૮.૬૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦૧૦ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૨૧૭૨૩ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

દેશમાં પ્રતિ ૧૦૦ ટેસ્ટીંગ પર સરેરાશ ૬ દર્દી મળી રહ્યા છે. આ કેસમાં ભારત સૌથી વધુ સંક્રમિત ટોપ -૫ દેશમાં ત્રીજા નંબરે છે. ૧૦૦ ટેસ્ટીંગ પર ૪૫ દર્દી સાથે બ્રાઝીલ ટોપ પર છે. ત્યારપછી અમેરિકા, રશિયા અને બ્રિટનનો નંબર છે.

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જાકે, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.