દિલ્હી-

દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા એક લાખ 54 હજારને પાર કરી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1374 કેસ નોંધાયા છે. જ્યારે આજના વધારા સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા વધીને 1,54,741 થઈ ગઈ છે. જ્યારે કોરોના સંક્રમણનો દર પાછલા દિવસની તુલનામાં વધીને 6.77 ટકા થયો છે.


દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાને માત આપી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીના કોરોનાથી 1146 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. આજના વધારા પછી દિલ્હીમાં કોરોનાને માત આપનારાની કુલ સંખ્યા વધીને 1,39,447 થઈ ગઈ છે. તેમજ કોરોના રિકવરી દર હવે 90.11 ટકા પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોરોના રિકવરી દર 90 ટકાથી વધુ છે. હેલ્થ બુલેટિનમાં જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો દિલ્હીમાં 24 કલાકમાં 12 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંકની કુલ સંખ્યા 4226 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોનાને કારણે મૃત્યુ દર 2.73 ટકા રહ્યો છે.રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 6.77 ટકા થયો છે, જ્યારે સક્રિય દર્દીઓનો દર 7.15 ટકા સુધી પહોંચી ગયો છે.