રાજકોટ-

સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લામાં કોરોનાનો આતંક જારી છે. દરરોજ કેસોની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે. સાથોસાથ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં કુલ ૫૬ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા છે.

તંત્ર દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદીમાં તા.૬ના સવારે ૮ વાગ્યાથી તા.૭ સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યા સુધીમાં શહેર અને ગ્રામ્યના ૨૯ તેમજ તા.૭ના સવારે ૮ વાગ્યાથી આજે તા.૮ના સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૭ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. 

સર્વેલન્સ ટીમ દ્વારા ગઈકાલે શહેરમાં ૧૦૩૧ અને ગ્રામ્યમાં ૧૩૨૧ ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરમાં ૩૧,૮૪૪ અને ૩૯૩૭૨ ગ્રામ્યમાં સર્વે કરવામાં આવેલ. જેમાંથી શહેરમાં ૭૮ અને ગ્રામ્યમાં ૫૩૨ લોકોને શરદી, ઉધરસના પ્રાથમિક લક્ષણો જોવા મળેલ. આજદીન સુધી રાજકોટ શહેરમાં ૨૩૧૭ અને ગ્રામ્યમાં ૧૫૬૨ લક્ષણો જોવા મળેલ.