સુરત. તા.૨૭ 

સુરતમાં જીવલેણ કોરોનાની પરિસ્થિતિ વિસ્ફોટક બની રહી છે. દિન-પ્રતિદિન થોકબંધ પોઝિટિવ કેસો બહાર આવી રહ્ના છે સાથે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્ના છે. કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં જાણે રોજબરોજ રેકોર્ડ સર્જી રહ્ના હોય તેમ લાગી રહ્નાં છે. શનીવારે પણ સુરતમાં વિક્રમી ૧૯૫ કેસો સામે આવ્યા છે આ ઉપરાંત સુરત જિલ્લામાં વધુ એક પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે.

વલસડામાં શનિવારે વધુ ૨૧ કેસ નોંધાયા હતા. સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો ચાર હજારને પાર કરી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ ૪૬૪૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં ચાર દર્દીનું મોત થવાની સાથે મરણાંક ૧૬૫ થયો છે. તો બીજી તરફ સુરતને અડીને આવેલા નવસારી જિલ્લામાં પણ કોરોના રફતાર તેજ કરી છે અને આજે ૧૯૫ કેસની સાથે એક મહિલાનું મોત થયું છે.રાજયમાં અમદાવાદ સુરતમાં કોરોના વાયરસે ગંભીર સ્વરૂપ ધારણ કયું છે. અને દિવસે દિવસે ધાતક બની રહ્ના છે. સુરતમાં રોજના ૧૫૦થી વધુ કેસો સામે આવી રહ્ના છે. જેમાં હવે લીંબાયત ઝોન બાદ કતારગામમાં જાણે રીતસરનો રાફડો ફાડ્‌યો છે. અને કતારગામ ઝોનમાં પોઝિટિવ દર્દીનો આંકડો ૧ હજારને પાર કરી ગયો છે. આજે ગ્રામ્યના કામરેજમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે જે સાથે જિલ્લામાં મરણાંક ૧૦ થયો છે.

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ યથાવત : વધુ ૧૧ કેસઃએકનું મોત

નવસારી જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકેલા કોરોના વાયરસની લપેટમાં શનીવારે વધુ ૧૧ લોકો સપડાયા હતા. અને વિજલપોરના ૬૦ વર્ષીય વુધ્ધનું મોત સારવાર દરમિયાન આજે સવારે થયું છે. નવસારી જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ દિન પ્રતિદિન નવા રેકોર્ડ બનાવી રહ્ના છે કોરોના મહામારીને કારમે મોતનો આંકડો પણ વધી રહ્ના છે. જાકે સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આગામી ૩૦મી જુને અનલોક-૧ના તબક્કાનો અંત આવી રહ્‌.યો છે ત્યારે નવસારીમાં કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યામાં પણ તેજ બની રહી છે નવસારી જિલ્લામાં આજે નવા ૧૧ કેસ અલગ અલગ વિસ્તારમાં જાવા મળ્યા છે. જે રીતે કેસો સામે આવી રહ્ના છે. તેની ગતિ જાતા આગામી સમયમાં કોરોના વાયરસના કેસો વધવાની શકયતાઓ જણાઈ રહી છે.