રાજકોટ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. રાજકોટમાં ધીમે ધીમે કેસની સંખ્યા ઘટી રહી છે. પણ મૃત્યુઆંક અપ-ડાઉન થઈ રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસની જ વાત કરવામાં આવે તો કોરોનાથી ૭૦ દર્દીના મોત થયાં છે. કોરોનાથી મોત કેમ થાય છે તે માટે ઓટોપ્સી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના થયા બાદ ફેફસાંની કાર્યક્ષમતા ઘટી જવી, લોહીના ગઠ્ઠા જામવા અને હૃદયમાં માઠી અસર થવી તે મુખ્ય કારણ છે. લોહીના ગઠ્ઠા ઘણા કિસ્સામાં જીવલેણ થાય છે. લોહીમાં આ ગઠ્ઠા જાણવા માટે તબીબો એફડીપી (ફાઈબ્રેન ડિગ્રેડેશન પ્રોડક્ટ) ટેસ્ટ કરાવતા હોય છે. જેમાં તેની માત્રા ૧૦ માઇક્રોગ્રામ પ્રતિ માઈક્રોલિટરથી વધુ હોય તો તે ચિંતાજનક ગણાય છે.

હૃદય પર કોઈ એવી ઘાતક અસર થાય છે જે હજુ તબીબોને પૂરી સમજાય નથી. એવાં અનેક કિસ્સા જાેવા-સાંભળ્યા મળ્યા છે. જેમાં દર્દી સાજાે સારો થતો હોવાનું લાગતું હોય, કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હોય અને અચાનક હાર્ટ એટેક આવી જાય. તબીબોનું કહેવું છે કે વહેલું નિદાન અને વહેલી સારવાર કોરોનાથી થતાં મૃત્યુ અટકાવી શકાય છે. મોડેથી દાખલ થનારામાં ગંભીર થવાનું પ્રમાણ વધારે રહે છે. હજુ બ્રિટેનમાં જીવલેણ બનેલો નવો અને વધુ ખતરનાક મનાતો વાયરસ રાજકોટ કે ગુજરાતમાં તો આવ્યો નથી પણ એક વર્ષ પહેલાનો વાયરસ જ હજુ જીવલેણ છે. સરકાર દ્વારા વેક્સિનેશન માટે હજુ તૈયારીઓ ચાલી રહી છે.

પહેલા રાજકોટમાં ૧૩ હજાર હેલ્થ વર્કરો, પછી એટલા જ સરકારી કર્મચારીઓ, ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને બાદમાં ૨.૧૮ લાખ નોંધાયેલા વૃદ્ધો, કોમોર્બિડ અને આમ નાગરિકનો વારો આવશે. તબીબોનું માનવું છે કે કોરોનાથી કે પછી અન્ય કોઈ બિમારીથી બચવા માટે શરીરમાં જરૂરી એવો પૌષ્ટિક, સાદો અને તાજાે ખોરાક લેવો જાેઈએ. જે સરળતાથી પાચન પણ જાય અને કોરોનાની બિમારી સામે રક્ષણ પણ મેળવી શકાય. કોરોના જેવા વાયરસથી બચવા શ્વાસોશ્વાસ સુધરે તે માટે યોગ-પ્રાણાયામ અને ચેપ ન લાગે તે માટે માસ્ક અને તેથી વિશેષ જરૂરી કાળજી રાખવી ખુબજ મહત્વનું છે.