દિલ્હી,

ભારત સહિત વિશ્વમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. જ્યારે 5 લાખથી વધારે લોકોના વાયરસથી મોત નીપજ્યાં છે. તમામ વૈજ્ઞાનિક અને ડાક્ટરો કોરાનાની દવા શોધવામાં લાગી ગયા છે. તે વચ્ચે હવે વૈજ્ઞાનિકે શોધ બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફ્લોરીડાના  સ્ક્રિપ્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે કોરોના વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે. કોરોના વાયરસ પહેલાથી 10 ગણો વધારે ખતરનાક થઈ ચુક્યા છે. વૈજ્ઞાનિકોના મતે, મ્યુટેશન કોવિડ-૧૯ યુરોપ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને લેટીન અમેરિકામાં ઝડપથી ફેલાવવાની વ્યાખ્યા કરી રહ્યો છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વાયરસ પોતાનું રૂપ સંખ્યા વધારવા માટે બદલે છે. આ જ કારણે કોરોના ઘાતક થઈ રહ્યો છે. જ્યારે કોરોના સંક્રમણની પાસે એક પ્રતિરોધિ ક્ષમતા વિકસીત થઈ જાય છે તો તે પોતાના રૂપ બદલવા કે મ્યુટેશન માટે તે પોતાની સતહ ઉપર બનનાર પ્રોટીનને બદલે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસમાં આવા બદલાવ આવી રહ્યાં છે. જેની સાથે કોરોના ખતરનાક થઈ રહ્યો છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ બદલાવથી કોરોનાના લક્ષણોમાં કોઈ પરિવર્તન નહીં આવે. મ્યુટેશન ડી614જીની શોધ માટે સેમ્પલ યુરોપ અને અમેરિકાથી લેવામાં આવ્યાં છે. વાયરસનો આ બદલાવની અસર સીમિત રહેશે. ડાક્ટરોની હાજરીમાં આ સ્ટડીમાં કોરોના વાયરસ ઉપર રિસર્ચ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે, વાયરસના ફંકશનલ પ્રોટીનમાં વધારો થતા સંક્રમણ એક માણસમાંથી બીજામાં ફેલાવવાની સંખ્યા વધારી શકે છે.