રિયો ડિ જાનેરો-

કોરોનાવાયરસ ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે. રશિયામાં મૃત્યુઆંકે અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, કોરોનાના ગામા વેરિએન્ટે રશિયામાં પણ તબાહી મચાવી દીધી છે. અગાઉ બ્રાઝિલમાં ગામા વેરિઅન્ટની શોધ થઈ હતી. રશિયામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારાથી સ્થાનિક સરકાર તેમજ વિશ્વના અન્ય દેશોની ચિંતા વધી છે.

રશિયામાં કોરોનાએ એક જ દિવસમાં ૮૦૮ લોકોના ભોગ લીધો લીધો છે. તાજા માહિતી અનુસાર, રશિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬,૫૩૪,૭૯૧ પર પહોંચી ગઈ છે. ૫,૮૨૮,૯૭૨ લોકો કોરોનાથી સાજા થયા છે જ્યારે કુલ ૧૬૮,૦૪૯ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.મૃત્યુની દ્રષ્ટિએ રશિયા વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે સાચો આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે છે. એક રિપોર્ટ મુજબ, જૂન સુધીમાં રોગચાળાની શરૂઆતથી રશિયાનો એડિશનલ ફેટલિટી ટોલ ૫૩૧,૦૦૦થી ઉપર હતો, આ વિશ્વના સૌથી ઉંચા આંકડાઓમાંનો એક છે. રશિયાની કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સે ગુરુવારે ૨૧,૯૩૨ નવા કોવિડ-૧૯ કેસની પુષ્ટિ કરી છે. રશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર, રસીકરણ અભિયાનની ધીમી ગતિ પણ ત્યાં કોરોના સંક્રમણમાં વધારો થવાનું કારણ છે. આજે (ગુરુવાર) સુધીમાં,માત્ર ૧૯.૭% વસ્તીને જ રસીના બંને ડોઝ મળ્યા છે. જ્યારે રશિયામાં કોરોનાની ચાર રસીઓનું રજિસ્ટ્રેશન થયું છે. સ્પુતનિક ફ એ રશિયાની સૌથી લોકપ્રિય રસી છે.