દિલ્હી-

દેશમાં કોરોના સંક્રમણની ગતિ ઝડપભેર વધી રહી છે. છેલ્લા ૭ દિવસમાં આખા દેશમાં કોરોના વાયરસના સાડાચાર લાખથી વધારે નવા કેસો સામે આવ્યા છે. એ દરમ્યાન ૬૬૬૬ લોકોના મોત પણ થયા છે. આંકડાઓ અનુસાર ગત અઠવાડીયુ સૌથી ઘાતક ગયું છે. જો કે ભારતમાંં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા દુનિયાના ઘણા દેશો કરતા બહુ ઓછી છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર કોરોનાના ૬ર૦૪ર નવા કેસો જાહેર થયા આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૧ લાખથી ઉપર થઇ છે. તો કોરોનાથી રવિવારે ૮પ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧૧ ઓગષ્ટ પછી પહેલીવાર ગઇકાલે કોરોનાથી મરનાર લોકોનો આંકડો ૯૦૦ થી ઓછો થયો છે. 

કોરોના વાયરસના વધી રહેલ સંક્રમણ વચ્ચે મોટા સમાચારએ છે કે દેશમાં કોવિદ રિકવરી રેટ વધીને હવે ૭પ ટકા નજીક પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં હવે રોજ પ૦ હજારથી વધારે લોકો સાજા થઇ રહ્યા છે ગઇકાલે પ૦૮૬૩ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાંં આવી હતી.