અમેરિકામાં પહેલાથી જ પોઝિટિવ કેસની સંખ્યા વધતી જઈ રહી છે. હવે સ્પોર્ટ્સ શરૂ થતાં ખેલાડીઓ અને સ્ટાફના પોઝિટિવ થવાની સંખ્યા વધી રહી છે. જેના કારણે રમતોના આયોજન પર શંકાની સ્થિતિ પેદા થઈ છે. ગયા સપ્તાહ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશને (એનબીએ) જાહેરાત કરી હતી કે, 23થી 29 જુન વચ્ચે 351 ખેલાડીના ટેસ્ટ થયા, જેમાંથી 25 પોઝિટિવ આવ્યા છે. આ સપ્તાહ દરમિયાન 884 સ્ટાફનો ટેસ્ટ થયો, જેમાં 10 પોઝિટિવ આવ્યા છે. મેજર લીગ બેઝબોલે 3748 લોકોના સેમ્પલ લીધાં હતાં, જેમાંથી 58 ખેલાડી અને 8 સપોર્ટ સ્ટાફનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  

એરિઝોના અને ફ્લોરિડામાં કેસમાં સતત વધારો થતાં લીગે ટ્રેનિંગ બંધ કરી દીધી છે. આ ઉપરાંત વોશિંગ્ટન નેશનલ્સ, હ્યુસ્ટન એસ્ટ્રોસ, સેન્ટ લુઈસ કાર્ડિનલ્સ અને સેન ફ્રાન્સિસ્કો જાયન્ટ્સે ટીમ વર્કઆઉટ કેન્સલ કરી દીધા છે.

જોકે, એનબીએના તાજેતરના ટેસ્ટિંગ અનુસાર ખેલાડીઓ અને સ્ટાફના પોઝિટિવ ટેસ્ટ રેટમાં ઘણું અંતર છે. એક્સપર્ટ્સ અનુસાર, એનએચએલમાં પોઝિટિવ ટેસ્ટ રેટ 5.8% છે. જે સામાન્ય વસ્તીના પોઝિટિવ ટેસ્ટ રેટથી વધુ છે. વન્ટરબિલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ શેફનર કહે છે, ‘એનએચએલના ખેલાડી ઘણા એનર્જેટિક છે. તેઓ સોશિયલ એક્ટિવિટીઝમાં ભાગ લેતા નથી. જોકે બધો દોષ ખેલાડીને આપી શકાય નહીં. લીગ શરૂ થવાના કારણે તેમના પર બહાર નિકળીને તૈયારીનું પણ દબાણ છે. આ તેમના કામનો ભાગ છે કે, તેમણે જીમમાં જવું પડે છે, વર્કઆઉટ અને ટૂર્નામેન્ટની તૈયારી કરવી પડી રહી છે.’