વડોદરા, તા.૨૫ 

વડોદરા શહેર જિલ્લામાં કોરોના કાળોકેર વર્તાવી રહ્યો છે તેવા સમયે અત્યાર સુધી સૌથી વધુ નવા ૯૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૪૧૦૨ ઉપર પહોંચી હતી જ્યારે વધુ ૧૮ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતાં. બીજી તરફ ૪૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ ૭૯૫ દર્દીઓ પૈકી ૬૧૫ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે ૧૩૯ દર્દીઓ ઓક્સીજન પર તથા ૪૧ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું તબિબ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આજે મોતના મુખમાં ધકેલાયેલા ૧૮ દર્દીઓ પૈકી શહેરની ઘડીયાળી પોળમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સોની વેપારીનો સમાવેશ થયો હતો. શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલ અવિનાશ સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં ૮૦ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા હતાં. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોરોનાની સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું.

વડોદરાના તાંદલજા મિલ્લતનગર પાસે આવેલ તદુરા પાર્કામાં રહેતી ૪૨ વર્ષિય મહિલા કોરોના અસર હેઠળ તા.૨૧મીના રોજ પાણીગેટ મુસ્લિમ મેડિકેર સેન્ટરમાં દાખલ થઇ હતી. તેણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ સારવાર હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મોત થયું હતું. ગોકુલ નગર પાર્ટી પ્લોટ પાછળ તુલસી આંગણ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૭ વર્ષના આધેડ કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને ગત તા.૧૭મીના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતાં. સારવાર દરમિયાન તેમના તબિયત વધુ લથડતાં દર્દીનું મોત થયું હતું. શહેરના નવાપુરા કાલકામાતા મંદિરની સામે રહેતાં ૬૭ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા હતાં. જેથી તેમને માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શહેર નજીક હરિધામ સોખડા ગામે રહેતાં ૫૨ વર્ષિય આધેડ કોરોનાના લક્ષણ સાથે શહેરની ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. સારવાર સમયે તેમની તબિયત વધુ લથડતા મોત થયું હતું. માંજલપુર પ્રતાપ બંગલો ખાતે રહેતા ૬૪ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને અટલાદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્યાં તેમનું મોત થયું હતું. શહેરના દંતેશ્વર રણજીતનગરમાં રહેતાં ૬૭ વર્ષિય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા હતાં. જેથી તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આજ રોજ તેમનું મોત થયું હતું. વાઘોડિયા નંદનવન સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ગત રાત્રે તેમનું અવસાન થયું હતું. માણેજા વિસ્તારના આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતી ૬૮ વર્ષિય મહિલા કોરોના શંસ્કાસ્પદ લક્ષણો સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતાં. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ સેમ્પલ લીધા હતાં. તેણીનું હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનામાં મોત થયું હતું. તાંદલજા નુરજહા પાર્કમાં રહેતાં ૫૭ વર્ષિના આધેડ કોરોનાની સારવાર માટે ગત તા.૧૮મીના રોજ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિબો તેમના કોરોના સારવાર હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલ ડ્રીમલેન્ડ કોમ્પલેક્ષમાં રહેતાં ૭૨ વર્ષિય વૃદ્ધ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે ફતેગંજ સેફરોન ટાવર સામે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમનો રીપોર્ટ આવે એ પહેલાં જ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

શહેરના ન્યુ વીઆઇપી વૈકુંઠ-૨ પાસે આવેલ સિદ્ધાર્થ પાર્કમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતાં. જેથી તેમને સારવાર માટે જેતલપુર રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આણંદ જિલ્લાના બોરસદ ગામે રહેતાં ૪૫ વર્ષિય મહિલા કોરોનાના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબિબો સઘન સારવાર હાથ ધરી હતી. પરંતુ ગત રાત્રે મોત થયું હતું. સુરત વ્યારા મરાઠાવાડમાં રહેતી ૫૫ વર્ષની મહિલા દર્દીને કોરોનાની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જાેકે તેણીનું સારવાર વખતે જ આજે સવારે મોત થયું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળા ગામે રહેતાં ૬૦ વર્ષિય વૃદ્ધ કોરોનાની અસર હેઠળ શહેરના જેતલપુર રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યો હતાં. જ્યાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું.

૨૪ શહેરી વિસ્તાર અને ૧૦ ગામોનો સમાવેશ કરાયો

મહાનગર સેવા સદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરી દિવસ દરમિયાન વાડી, વાઘોડિયા રોડ, રાજનગર, આજવા રોડ, ભાયલી રોડ, મેમલા કોલોની, લાલબાગ, વારસીયા રીંગ રોડ, નવાપુરા, પોલો ગ્રાઉન્ડ, ગોરવા, આર.વી. દેસાઇ રોડ, ભાટવાડા, અલકાપુરી, સમા, છાણી, નાગરવાડા, કારેલીબાગ, પાણીગેટ, માંજલપુર, સુભાનપુરા, હરણીરોડ, કલાલી, તાંદલજા તથા અકોટા સહિત ગ્રામ્ય વિસ્તારના સીમલી, કરજણ, લૂણા, કણજટ, પાદરા, રાયપુરા, ઉંડેરા, ભાયલી, સેવાસી, ડભોઇ વગેરે ખાતે ૬૦૨ શંકાસ્પદ સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં ૯૨ પોઝિટિવ અને ૫૧૦ નેગેટિવ આવ્યા હતાં.

ઘડિયાળી પોળમાં દુકાન ધરાવતાં વૃદ્ધ સોનીને કોરોના ભરખી ગયો ઃ શોકાજંલીના ભાગરૂપે સોનીઓએ દુકાનો બંધ રાખી

વડોદરા

શહેરના હરણી સંગમ ચાર રસ્તા વિસ્તારની સોસાયટીમાં રહેતાં અને દાંડિયા પોળમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં સોનીનું કોરોના સંક્રમણમાં અવસાન થયું હતું. જેના કારણે ઘડિયાળી પોળના સોનીઓમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઇ હતી. તેઓને શોકાંજલી અર્પણના ભાગરૂપે આજે ઘડિયાળી પોળના સોનીઓએ આડધો દિવસ દુકાનો બંધ રાખી શોકાંજલી આપી હતી.

સેવા સદન દ્વારા પૂર્વઝોનના ૨૯ અને પશ્ચિમ ઝોનના ૩૩ મળી કુલ ૬૨ વિસ્તારોને રેડઝોનમાં ઓરેન્જ ઝોનમાં મુકાયા

કોરોના વાઇરસના કેસો અને સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે પૂર્વ અને પશ્ચિમ ઝોનનાં ૬૨ જેટલા વિસ્તારોને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. પરંતુ ઉપરોક્ત ઝોનના વિસ્તારોમાં ગત ૧૨મી મેંતી ૨૪મી જુલાઇ દરમિયાન મહામારીના કોઇ પણ પોઝિટિવ કેસો નોંધાયેલ ન હોવાથી તેમજ રહિશો પૈકી કેટલીક વ્યક્તિઓના લેવામાં આવેલ સેમ્પલો પણ નેગેટીવ આવતાં પૂર્વ ઝોનના ૨૯ અને પશ્ચિમ ઝોન ૩૩ અલગ અલગ વિસ્તારો મળી કુલ ૬૨ વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જઝોનમાં મુકવામાં આવ્યા છે.