ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે કેમકે તેમના મોટા ભાઈ અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (કૈબ)ના જોઈન્ટ સેક્રેટરી સ્નેહાશીષ ગાંગુલીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંગાળની રણજી ટીમના ભૂતપૂર્વ ખેલાડી રહેલા સ્નેહાશીષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૈબના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, તેમને કેટલાક દિવસોથી તાવ હતો અને આજે તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 32695 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 9,68,876 સુધી પહોંચી ગયા છે. કોરોના વાયરસે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીને પણ અસર કરી છે. તેના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીને થોડા દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો તેને પગલે હવે સૌરવ ગાંગુલીને પણ હોમ કોરોન્ટાઇન થવાની ફરજ પડી છે.

સ્નેહાશિષ ગાંગુલીને કોલકાતાની બેલે વ્યૂ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સીએબીના અધિકારીએ જણાવ્યું હતું કે સ્નેહાશિષ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે તેને પગલે સૌરવ ગાંગુલીને થોડા સમય માટે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 

સૌરવના ભાઈ તેમના પૈતૃક મકાનમાં રહેતા હતા. તેમની પત્ની અને સાસુ-સસરાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અગાઉ સૌરવ ગાંગુલીએ કોરોના બાદ જીવન કેવી રીતે બદલાઈ ગયું છે તે અંગે વાત કરી હતી. કોરોનાના આ સમયમાં ગાંગુલીએ ગરીબોને ઘણી મદદ કરી હતી અને જીવનજરૂરી ચીજો પણ પહોંચાડી હતી.