ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાયના વહીવટી તંત્રના હાર્દસમા સચિવાલય પણ કોરોનાના સંક્રમણથી બાકાત રહી શકયું નથી જેમાં શિક્ષણના અગ્રસચિવના મદદનીશ અને મહેસુલ વિભાગના ડીવાયએસઓ સંક્રમિત થયા છે. તો ગાંધીનગર જિલ્લા અને શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ કેસ નોંધાતા તત્રં ઉંધે માથે થઈ ગયું છે.

છેલ્લા ચાર–પાંચ દિવસથી પાટનગર ગાંધીનગરમાં કોરોનાએ માજા મૂકી છે. વધતા કેસોના કારણે તંત્રમાં ભારે ચિંતા વધી છે. ૨૫ હજાર જેટલા લોકોને કવોરન્ટઈન કરવામાં આવ્યા છે. ગઈકાલે જાહેર થયેલા કેસમાં અગ્રસચિવ શિક્ષણના અંગત મદદનીશ હર્ષ સોની તેમજ મહેસુલ વિભાગના ડીવાયએસઓ ભાવિની પંડયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સચિવાલયના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાના જણાવ્યાનુસાર કોરોના નિયંત્રણ માટે ટેસ્ટીંગ વધુ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો છે. ૧૦૦ જેટલા આરોગ્ય વર્કરોની ભરતી કરવામાં આવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કવોરન્ટાઈન લોકોનું સઘન સર્વેલન્સ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કવોરન્ટાઈશ્રનું પાનલ નહીં કરતા લોકો સામે પગલા લેવામાં આવશે. તેવી સ્પષ્ટ્ર ચીમકી પણ આપી છે